યહોવાના સેવકો તરીકે આપણું જીવ
“હું આ રહ્યો; મને મોકલ”
યહોવાની સેવા માટે રાજીખુશીથી આગળ આવીને યશાયાએ આપણા માટે ઉમદા દાખલો બેસાડ્યો છે. બધી વિગતો જાણતા ન હોવા છતાં તેમણે શ્રદ્ધા રાખી અને મહત્ત્વનું કામ કરવા તરત આગળ આવ્યા. (યશા ૬:૮) રાજ્ય પ્રચારકોની વધુ જરૂર છે ત્યાં સેવા આપવા, શું તમે તમારા સંજોગોમાં ફેરફાર કરી શકો? (ગી ૧૧૦:૩) ખરું કે, એમ કરતા પહેલાં ‘એનો ખર્ચ ગણવો’ જરૂરી છે. (લુક ૧૪:૨૭, ૨૮) પણ પ્રચારકામ માટે ભોગ આપવા તમે ખુશીથી તૈયાર રહો. (માથ ૮:૨૦; માર્ક ૧૦:૨૮-૩૦) વધુ જરૂર છે ત્યાં જઈને સેવા આપવી, વીડિયોમાં બતાવ્યું છે તેમ આપણે યહોવાની સેવા માટે જે બલિદાન આપીએ છીએ એની સરખામણીએ યહોવા પાસેથી મળતા આશીર્વાદ ઘણા મોટા છે.
વીડિયો જોયા પછી નીચે આપેલા સવાલોના જવાબ આપો:
-
ઇક્વેડોર જઈને સેવા આપી શકે માટે વિલિયમ્સ પરિવારે કયાં બલિદાનો આપ્યાં?
-
વધુ સેવા આપવા ક્યાં જશે એ નક્કી કરવા તેઓએ કઈ બાબતો ધ્યાનમાં લીધી?
-
તેઓને કયા આશીર્વાદો મળ્યા?
-
વધુ જરૂર છે ત્યાં સેવા આપવા વિશે તમે વધુ માહિતી ક્યાંથી મેળવી શકો?
આવતા અઠવાડિયે કુટુંબ તરીકેની ભક્તિમાં નીચે આપેલા સવાલોની ચર્ચા કરો:
-
કુટુંબ તરીકે આપણું સેવાકાર્ય કઈ રીતે વધારી શકીએ? (km ૮/૧૧ ૪-૬)
-
વધુ જરૂર છે ત્યાં સેવા આપી શકતા ન હોઈએ તો કઈ રીતોએ પોતાના મંડળને મદદ કરી શકીએ? (w૧૬.૦૩ ૨૩-૨૫)