યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ઈશ્વરના જ્ઞાનથી પૂર્વગ્રહ દૂર થાય છે
યહોવા પક્ષપાત કરતા નથી. (પ્રેકા ૧૦:૩૪, ૩૫) પણ, “દરેક દેશ, કુળ, પ્રજા અને બોલીમાંથી” આવતા લોકોને તે સ્વીકારે છે. (પ્રક ૭:૯) એના લીધે મંડળમાં પક્ષપાત કે પૂર્વગ્રહને કોઈ સ્થાન નથી. (યાકૂ ૨:૧-૪) ઈશ્વરના જ્ઞાનને લીધે મંડળનાં ભાઈ-બહેનોએ પોતાના સ્વભાવમાં ફેરફાર કર્યો છે. એટલા માટે, મંડળમાં સંપ અને શાંતિનો માહોલ જોવા મળે છે. (યશા ૧૧:૬-૯) આપણે દિલમાંથી પૂર્વગ્રહ દૂર કરવા મહેનત કરીએ છીએ ત્યારે, આપણે ઈશ્વરનું અનુકરણ કરીએ છીએ.—એફે ૫:૧, ૨.
જૉની અને ગિડીયન: કટ્ટર દુશ્મન, બન્યા વહાલા ભાઈબંધ વીડિયો જુઓ અને નીચે આપેલા સવાલોના જવાબ આપો:
-
ભેદભાવ અને પૂર્વગ્રહ દૂર કરવાના માણસોના પ્રયત્નો કરતાં ઈશ્વરનું જ્ઞાન કઈ રીતે ચઢિયાતું છે?
-
દુનિયાભરમાં આપણાં ભાઈ-બહેનો વચ્ચે જોવા મળતા પ્રેમ અને સંપ વિશે તમને કેવું લાગે છે?
-
ભાઈ-બહેનો એકતામાં રહે છે ત્યારે, યહોવાને કઈ રીતે મહિમા મળે છે?