યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ઈશ્વરના પ્રેમની છાયામાં રહો પુસ્તક દ્વારા લોકોના દિલ સુધી પહોંચવું
કેમ મહત્ત્વનું: યહોવા ચાહે એવી ભક્તિ કરવા માટે લોકોએ તેમના સિદ્ધાંતો શીખવા અને પાળવા પડશે. (યશા ૨:૩, ૪) ઈશ્વરનો પ્રેમ પુસ્તક, બાઇબલ અભ્યાસ માટેનું બીજું સાહિત્ય છે. એનાથી વિદ્યાર્થીઓને એ પારખવા મદદ મળે છે કે, ઈશ્વરના સિદ્ધાંતોને રોજબરોજના જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકાય. (હિબ્રૂ ૫:૧૪) આપણે તેઓને શીખવીએ ત્યારે તેઓના દિલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. એનાથી કદાચ તેઓને ફેરફારો કરવા પ્રેરણા મળશે.—રોમ ૬:૧૭.
કઈ રીતે કરી શકીએ:
-
વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને સારી તૈયારી કરો. વિચારવા પ્રેરે એવા સવાલો તૈયાર કરો, જેથી તેના દિલમાં શું છે એ જાણી શકાય.—નીતિ ૨૦:૫; be-E ૨૫૯
-
વિદ્યાર્થીને બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાનું મહત્ત્વ સમજાય માટે, પુસ્તકમાં આપેલા બૉક્સનો ઉપયોગ કરો
-
વિદ્યાર્થીને પોતાના અંતઃકરણના આધારે નિર્ણય લેવા મદદ કરો, પણ તમે તેના વતી નિર્ણય ન લો.—ગલા ૬:૫
-
સમજી-વિચારીને પારખો કે, વિદ્યાર્થીને કયા બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાની જરૂર છે. યહોવા પરના તેના પ્રેમને આધારે તેના જીવનમાં સુધારો કરવા પ્રેમાળ ઉત્તેજન આપો.—નીતિ ૨૭:૧૧; યોહ ૧૪:૩૧