‘ચાલો, આપણે યહોવાના પર્વત પર ચઢી જઈએ’
“છેલ્લા કાળમાં” |
એ સમય જેમાં આપણે હાલ જીવી રહ્યા છે |
“યહોવાના મંદિરનો પર્વત” |
યહોવાની શુદ્ધ ભક્તિ |
“સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની પેઠે પ્રવેશ કરશે” |
શુદ્ધ ભક્તિ કરનાર લોકો એકતામાં રહે છે |
‘ચાલો, આપણે યહોવાના પર્વત પર ચઢી જઈએ’ |
સાચા ભક્તો બીજાઓને સાથે જોડાવા આમંત્રણ આપે છે |
“તે આપણને તેના માર્ગ શીખવશે, ને આપણે તેના રસ્તામાં ચાલીશું” |
બાઇબલ દ્વારા યહોવા આપણને માર્ગદર્શન આપે છે અને તેમના માર્ગમાં ચાલવા મદદ કરે છે |
“તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ” |
યશાયાનું પુસ્તક જણાવે છે કે યુદ્ધનાં સાધનોને ખેતીનાં ઓજારો બનાવવામાં આવશે. એ બતાવે છે કે યહોવાના લોકો શાંતિ જાળવશે. યશાયાના સમયમાં એ સાધનો કયાં હતાં? |
“તરવારોને ટીપીને કોશો” બનાવશે |
કોશ જમીન ખોદવા માટેનું એક ઓજાર છે. અમુક કોશ ધાતુમાંથી બનતી હતી.—૧શ ૧૩:૨૦ |
“ભાલાઓનાં ધારિયાં બનાવશે” |
કદાચ એ ધારિયું દાતરડાના આકારનું હતું જે ધાતુથી બનાવવામાં આવતું. આ ઓજાર દ્રાક્ષાવેલાને કાપવા વપરાતું હતું.—યશા ૧૮:૫ |