રજૂઆતની એક રીત
ભવિષ્ય વિશે તમે શું વિચારો છો? (T-31)
સત્ય શીખવો
સવાલ: શું આપણાં દુઃખ-તકલીફો પાછળ ઈશ્વરનો હાથ છે કે પછી બીજી બાબતો જવાબદાર છે?
શાસ્ત્રવચન: અયૂ ૩૪:૧૦
સત્ય: ઈશ્વર ક્યારેય આપણા પર દુઃખ-તકલીફો લાવતા નથી. પરંતુ, એના માટે શેતાન, માણસોએ કરેલી ખોટી પસંદગી અને સમય-સંજોગો જવાબદાર છે. આપણે તકલીફો સહીએ ત્યારે ઈશ્વર મદદ કરે છે. તે ખરેખર આપણી કાળજી રાખે છે.
બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? (વીડિયો)
સવાલ: શું તમને લાગે છે કે દુનિયા પર ઈશ્વરનું રાજ છે? [જવાબ આપવા દો.] શાસ્ત્ર એના વિશે જે કહે છે એ જાણીને તમને નવાઈ લાગશે. આ વીડિયો એના વિશે વધુ માહિતી આપે છે. [વીડિયો બતાવો.]
આમ કહો: આ પુસ્તિકાનો પાઠ ૮ બતાવે છે કે શા માટે ઈશ્વર દુષ્ટતાને ચાલવા દે છે અને એ વિશે તે શું કરવાના છે. [ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા આપો.]
રજૂઆત તમારા શબ્દોમાં
ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.