સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—‘સત્ય સ્વીકારવા’ તૈયાર હોય તેઓને શિષ્ય બનવા મદદ કરીએ

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—‘સત્ય સ્વીકારવા’ તૈયાર હોય તેઓને શિષ્ય બનવા મદદ કરીએ

કેમ મહત્ત્વનું: ‘જેઓનું હૃદય હંમેશ માટેના જીવન તરફ ઢળેલું છે’ તેઓના દિલમાં યહોવા સત્યના બીને વૃદ્ધિ આપે છે. (પ્રેકા ૧૩:૪૮; ૧કો ૩:૭) જેઓ સત્ય જાણવા ચાહે છે તેઓને મદદ કરવા આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ. આમ આપણે ઈશ્વર સાથે કામ કરનારા બનીશું. (૧કો ૯:૨૬) બાઇબલ વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ કે ઉદ્ધાર માટે બાપ્તિસ્મા લેવું ખૂબ જરૂરી છે. (૧પી ૩:૨૧) તેઓને એ રીતે શીખવવું જોઈએ કે તેઓ જીવનમાં ફેરફારો કરે, સારી રીતે પ્રચાર કરનાર અને શીખવનાર બને તેમજ પોતાનું જીવન યહોવાને સમર્પિત કરે.—માથ ૨૮:૧૯, ૨૦.

કઈ રીતે કરી શકીએ:

  • વિદ્યાર્થીને યાદ અપાવો કે આપણે શા માટે બાઇબલમાંથી શીખવીએ છીએ. તેઓ યહોવાને ‘ઓળખે’ અને તેમના માર્ગે ચાલે એ માટે તેઓને શીખવીએ છીએ.—યોહ ૧૭:૩

  • તેઓ સત્યમાં આગળ વધે માટે, ખરાબ આદતો અને ખોટી સંગતથી દૂર રહેવા મદદ કરો

  • બાપ્તિસ્મા પહેલાં અને પછી પણ તેઓની શ્રદ્ધા મજબૂત કરવા ઉત્તેજન આપતા રહો.—પ્રેકા ૧૪:૨૨

યહોવા ઈશ્વર તમને મદદ કરશે વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • કેવા ડરને લીધે વ્યક્તિ સમર્પણ કરીને બાપ્તિસ્મા લેવાનું ટાળે છે?

  • બાઇબલ વિદ્યાર્થીને સત્યમાં આગળ વધવા વડીલો કઈ રીતે મદદ કરી શકે?

  • યશાયા ૪૧:૧૦માંથી આપણને યહોવા વિશે શું શીખવા મળે છે?

  • ભલે આપણે ભૂલને પાત્ર છીએ, યહોવા આપણી ભક્તિ સ્વીકારે એ માટે કેવા ગુણો કેળવવા જોઈએ?

શિષ્યો બનાવવાના કાર્યમાં આપણે કઈ રીતે યહોવા સાથે કામ કરીએ છીએ?