સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એક મંડળ નિયામક જૂથનું માર્ગદર્શન ધ્યાનથી સાંભળે છે

બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૧૫-૧૬

શાસ્ત્રને આધારે એક થઈને નિર્ણય લેવામાં આવ્યો

શાસ્ત્રને આધારે એક થઈને નિર્ણય લેવામાં આવ્યો

આ વાદવિવાદને જે રીતે થાળે પાડવામાં આવ્યો એનાથી આપણે શું શીખી શકીએ?

૧૫:૧, ૨—નમ્રતા અને ધીરજ કેળવીએ. પાઊલ અને બાર્નાબાસે પોતાની રીતે એ વાદવિવાદ થાળે પાડવાનો પ્રયત્ન ન કર્યો. તેઓએ યહોવાના સંગઠન પાસેથી માર્ગદર્શન મેળવ્યું.

૧૫:૨૮, ૨૯—યહોવાના સંગઠન પર ભરોસો રાખીએ. મંડળને પૂરો ભરોસો હતો કે યહોવા તેમની પવિત્ર શક્તિ અને ઈસુ ખ્રિસ્ત દ્વારા વાદવિવાદને થાળે પાડશે.

૧૬:૪, ૫—માર્ગદર્શન મુજબ ચાલીએ. નિયામક જૂથનું માર્ગદર્શન સ્વીકારવાથી મંડળોમાં વૃદ્ધિ થઈ.