સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીતો ગાઈને આનંદથી યહોવાની સ્તુતિ કરીએ

ગીતો ગાઈને આનંદથી યહોવાની સ્તુતિ કરીએ

પાઊલ અને સિલાસ કેદમાં હતા ત્યારે તેઓએ ગીતો ગાઈને યહોવાની સ્તુતિ કરી. (પ્રેકા ૧૬:૨૫) ગીતો ગાવાથી તેઓને મુશ્કેલીઓમાં ટકી રહેવા જરૂર હિંમત મળી હશે. આપણા વિશે શું? સભામાં ગવાતાં ગીતો અને JW બ્રૉડકાસ્ટિંગમાં જોવા મળતાં બીજાં ગીતોથી આપણને હિંમત મળે છે. મુશ્કેલીઓમાં પણ ઈશ્વરને વફાદાર રહેવા એનાથી હિંમત મળે છે. એટલું જ નહિ, એ ગીતો યહોવાનો જયજયકાર કરે છે. (ગી ૨૮:૭) આપણને વારંવાર ઉત્તેજન આપવામાં આવ્યું છે કે કમસેકમ અમુક ગીતો મોઢે યાદ રાખીએ. શું તમે અમુક ગીતો મોઢે કર્યા છે? કુટુંબ તરીકે ભક્તિ કરીએ ત્યારે, આપણે અમુક ગીતો ગાવાની અને એને યાદ રાખવાની પ્રેક્ટિસ કરી શકીએ.

ગીતો ગાઈને યહોવાની સ્તુતિ કરતા બાળકો વીડિયો જુઓ. પછી આ સવાલોના જવાબ આપો:

  • યહોવાનાં સ્તુતિ ગીતો ગાવાથી આપણા પર કેવી સારી અસર પડે છે?

  • ગીતનું રેકોર્ડિંગ કરવા ઑડિયો/વીડિયો ડિપાર્ટમેન્ટ કેવી તૈયારી કરે છે?

  • ગીતના રેકોર્ડિંગ માટે બાળકો અને તેઓનાં કુટુંબો કેવી તૈયારી કરે છે?

  • સભાઓમાં ગવાતાં ગીતોમાંથી તમારાં મનપસંદ ગીતો કયા છે?