સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | લેવીય ૧૨-૧૩

રક્તપિત્ત વિશેના નિયમોમાંથી શીખીએ

રક્તપિત્ત વિશેના નિયમોમાંથી શીખીએ

૧૩:૪, ૫, ૪૫, ૪૬, ૫૨, ૫૭

રક્તપિત્ત વિશેના નિયમોમાંથી આજે આપણે શું શીખી શકીએ?

  • કોઈને રક્તપિત્ત થયો છે કે નહિ એ પારખવાનું યહોવાએ યાજકોને શીખવ્યું હતું. એવી જ રીતે, આજે વડીલો એવા લોકોને તરત મદદ કરે છે, જેઓનો યહોવા સાથેનો સંબંધ નબળો થઈ ગયો છે.—યાકૂ ૫:૧૪, ૧૫

  • ઇઝરાયેલીઓએ રક્તપિત્ત થયો હોય એવી વસ્તુઓને આગમાં સળગાવી દેવાની હતી, જેથી એ ફેલાય નહિ. એવી જ રીતે, ઈશ્વરભક્તોએ પાપ કરવા દોરી જતી બાબતો છોડી દેવી જોઈએ, પછી ભલે ને એ કીમતી હોય. (માથ ૧૮:૮, ૯) એ માટે તેઓએ કદાચ અમુક લોકો સાથે દોસ્તી તોડવી પડે, ખોટી લત છોડવી પડે કે પછી એવી ફિલ્મો, ટીવી કાર્યક્રમો અને મોજશોખ છોડવા પડે

એક ઈશ્વરભક્ત કઈ રીતે બતાવી શકે કે તેણે યહોવાની વાત માનવાનો પાકો નિર્ણય લીધો છે?