યહોવા ચાહે છે કે તેમના ભક્તો શુદ્ધ રહે
આપણે અંદરથી અને બહારથી શુદ્ધ રહીશું તો જ યહોવા આપણાથી ખુશ થશે. એનો અર્થ થાય કે શરીરની સાફ-સફાઈ કરવાની સાથે સાથે આપણાં ચાલચલણ અને ભક્તિ પણ શુદ્ધ રાખવાનાં છે. ભલે દુનિયાના લોકો ગમે એ કરે, પણ આપણે એવું કોઈ કામ નહિ કરીએ જે યહોવાની નજરે ખરાબ હોય અને જેનાથી આપણે અશુદ્ધ થઈએ.
મારે કેમ દુનિયાની રહેણી-કરણીથી દૂર રહેવું જોઈએ?