સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | લેવીય ૧૬-૧૭

પ્રાયશ્ચિત્તના દિવસથી આપણે શું શીખી શકીએ?

પ્રાયશ્ચિત્તના દિવસથી આપણે શું શીખી શકીએ?

૧૬:૧૨-૧૫

પ્રાયશ્ચિત્તના દિવસે ચઢાવવામાં આવતા ધૂપથી આપણે શું શીખી શકીએ?

  • યહોવાના વફાદાર સેવકોની પ્રાર્થનાઓ સુગંધિત ધૂપ જેવી હોય છે. (ગી ૧૪૧:૨) પ્રમુખ યાજક પૂરા આદરથી ઈશ્વર આગળ ધૂપ ચઢાવતા હતા. એવી જ રીતે આપણે યહોવાને પૂરાં આદર અને શ્રદ્ધાથી પ્રાર્થના કરવી જોઈએ

  • પ્રમુખ યાજક ધૂપ ચઢાવ્યા પછી બલિદાન ચઢાવે તો જ યહોવા એનો સ્વીકાર કરતા. એવી જ રીતે, ઈસુએ જીવનભર વફાદાર રહેવાનું હતું અને યહોવાની વાત માનવાની હતી તો જ યહોવાએ તેમના બલિદાનનો સ્વીકાર કર્યો હોત

યહોવા મારાં અર્પણોને સ્વીકારશે એવી ખાતરી કઈ રીતે મેળવી શકું?