યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શું તમે રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જવા ચાહો છો?
શું તમારી ઉંમર ૨૩થી ૬૫ની વચ્ચે છે? શું તમે પૂરા સમયના સેવક છો? શું તમે તંદુરસ્ત છો? શું તમે વધુ જરૂર છે એવા વિસ્તારમાં સેવા કરી શકો? જો એ સવાલોના જવાબ હા હોય, તો શું તમે રાજ્ય પ્રચારકો માટેની શાળા માટેનું ફૉમ ભરી શકો? અત્યાર સુધી હજારો પતિ-પત્નીઓએ અને કુંવારાં ભાઈ-બહેનોએ એમાં ભાગ લીધો છે. પણ આપણને કુંવારા ભાઈઓની વધુ જરૂર છે, એટલે ચાહીએ છીએ કે તેઓ એ ફૉમ ભરે. યહોવાને પ્રાર્થના કરો કે તેમની મરજી પૂરી કરવા અને તેમના દીકરાને પગલે ચાલવા તમારા મનમાં ઇચ્છા જગાડે. (ગી ૪૦:૮; માથ ૨૦:૨૮; હિબ્રૂ ૧૦:૭) પછી વિચારો કે કઈ બાબતને લીધે તમે પાછા પડો છો અને એને દૂર કરવા શું કરી શકો.
એ શાળામાં ભાગ લીધા પછી ભાઈ-બહેનો માટે તકના કયા દરવાજા ખુલી જાય છે? અમુક ભાઈ-બહેનોને એવી જગ્યાએ સોંપણી મળે છે જ્યાં બીજી ભાષા બોલાતી હોય. કેટલાકને મોટા શહેરમાં જાહેરમાં ખુશખબર ફેલાવવાની ખાસ ગોઠવણમાં ભાગ લેવાનો મોકો મળે છે. બીજા અમુક થોડા સમય માટેના સરકીટ નિરીક્ષક, ફિલ્ડ મિશનરી કે સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપે છે. યહોવાના સંગઠનમાં ઘણું કામ છે. તમે પણ યશાયાની જેમ કહી શકો: ‘હું આ રહ્યો, મને મોકલો.’—યશા ૬:૮.
ફિલ્ડ મિશનરીઓ—કાપણીના મજૂરો વીડિયો જુઓ અને આ સવાલોના જવાબ આપો:
-
ફિલ્ડ મિશનરીઓને કઈ રીતે પસંદ કરવામાં આવે છે?
-
ફિલ્ડ મિશનરીઓ કયું સારું કામ કરી રહ્યા છે?
-
મિશનરી સેવામાં કેવા આશીર્વાદો મળે છે?