સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવાની ગોઠવણને ટેકો આપીને આપણે પ્રેમ બતાવીએ

યહોવાની ગોઠવણને ટેકો આપીને આપણે પ્રેમ બતાવીએ

કોઈ વ્યક્તિ પાપ કરે અને પસ્તાવો ન કરે તો તેને બહિષ્કૃત કરવામાં આવે છે. એનાથી મંડળનું રક્ષણ થાય છે અને વ્યક્તિને ખબર પડે છે કે તેણે મોટું પાપ કર્યું છે. (૧કો ૫:૬, ૧૧) ખરું કે વ્યક્તિને બહિષ્કૃત કરવામાં આવે ત્યારે કુટુંબના સભ્યોને અને ન્યાય સમિતિના ભાઈઓને ઘણું દુઃખ થાય છે. પણ એ ગોઠવણને ટેકો આપીને આપણે યહોવા અને એ વ્યક્તિ માટે પ્રેમ બતાવીએ છીએ.

આપણે એ ગોઠવણને ટેકો આપીએ છીએ. કારણ કે આપણે યહોવાનાં નેક ધોરણોને પ્રેમ કરીએ છીએ અને આપણે નથી ચાહતા કે યહોવાનું નામ બદનામ થાય. (૧પી ૧:૧૪-૧૬) એમ કરીને આપણે બહિષ્કૃત વ્યક્તિ માટે પણ પ્રેમ બતાવીએ છીએ. કોઈને સુધારો કરવાનું કહેવામાં આવે ત્યારે તેને અને તેના કુટુંબને ઘણું દુઃખ થાય છે. પણ એનાથી “તેઓને શાંતિમય અને નેક જીવનનું ઇનામ મળે છે.” (હિબ્રૂ ૧૨:૫, ૬, ૧૧) જો બહિષ્કૃત વ્યક્તિ સાથે કે મંડળ છોડી ગયેલી વ્યક્તિ સાથે હળીએ-મળીએ, તો આપણે યહોવાની ગોઠવણની આડે આવીએ છીએ. યાદ રાખીએ કે યહોવા પોતાના લોકોને કહે છે: “હું તમને ન્યાયના ધોરણે જરૂરી એવી શિક્ષા કરીશ,” એટલે કે જરૂર છે એટલી જ શિક્ષા કરશે. (યર્મિ ૩૦:૧૧, કોમન લેંગ્વેજ) યહોવા પર ભરોસો રાખીએ અને તેમની ગોઠવણને ટેકો આપીએ. યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા મહેનત કરતા રહીએ. યહોવા તો દયાના સાગર છે. એટલે આશા રાખીએ કે એક દિવસ એ વ્યક્તિ યહોવા પાસે પાછી આવશે.—યશા ૧:૧૬-૧૮; ૫૫:૭.

પૂરા દિલથી યહોવાને વફાદાર રહીએ વીડિયો બતાવો અને આ સવાલો પૂછો:

  • બાળક સત્ય છોડી દે ત્યારે માતાપિતાને કેવું લાગે છે?

  • મંડળનાં ભાઈ-બહેનો કઈ રીતે કુટુંબના સભ્યોની હિંમત બંધાવી શકે?

  • બાઇબલના કયા અહેવાલથી શીખવા મળે છે કે કુટુંબના સભ્યો કરતાં વધારે યહોવાને વફાદાર રહેવું જોઈએ?

  • કઈ રીતે કુટુંબના સભ્યો કરતાં વધારે યહોવાને વફાદાર રહી શકીએ?