યહોવાના સેવકો તરીકે આપણું જીવન
અશક્ય કામ પવિત્ર શક્તિની મદદથી શક્ય બન્યું
પ્રાચીન સમયથી લઈને આજ સુધી યહોવાના સેવકોએ ઘણાં મોટાં મોટાં કામ કર્યાં છે. એ કામ તેઓ પોતાની આવડતથી નહિ, પણ યહોવાની પવિત્ર શક્તિથી કરી શક્યા છે. ૧૯૫૪માં યહોવાનાં સંગઠને એક ફિલ્મ બનાવી. એનું નામ હતું, ઝડપથી આગળ વધતું યહોવાનું સંગઠન. એ ફિલ્મ બેથેલનાં ભાઈ-બહેનોએ બનાવી હતી, જેઓને ફિલ્મ બનાવવાનો કોઈ અનુભવ ન હતો. એ ફિલ્મ બનાવવાનું કામ અશક્ય લાગતું હતું, પણ યહોવાની પવિત્ર શક્તિની મદદથી એ શક્ય બન્યું. એનાથી આપણને શીખવા મળે છે કે યહોવા પર પૂરો ભરોસો રાખીશું તો, તેમની સેવામાં આપણે કોઈ પણ કામ કરી શકીશું.—ઝખા. ૪:૬.
“ઝડપથી આગળ વધતું યહોવાનું સંગઠન”—ફિલ્મ વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
મુખ્યમથક વિશે ફિલ્મ બનાવવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો?
-
આ ફિલ્મથી કઈ રીતે ખબર પડે છે કે બેથેલના સભ્યો એક જ શરીરનાં જુદાં જુદાં અંગો જેવાં છે?—૧ કોરીં. ૧૨:૧૪-૨૦.
-
ફિલ્મ બનાવતી વખતે ભાઈઓ સામે કેવી મુશ્કેલીઓ આવી અને તેઓ કઈ રીતે એનો ઉકેલ લાવ્યા?
-
આ વીડિયોથી તમને યહોવાની પવિત્ર શક્તિ વિશે શું શીખવા મળ્યું?