સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવાની ભક્તિમાં વધારે કરવા બહેનો શું કરી શકે?

યહોવાની ભક્તિમાં વધારે કરવા બહેનો શું કરી શકે?

ખુશખબર ફેલાવવાના કામમાં બહેનોનું મોટું યોગદાન છે. (ગી ૬૮:૧૧) તેઓ ઘણા બાઇબલ અભ્યાસ ચલાવે છે. નિયમિત પાયોનિયરોમાં મોટા ભાગે બહેનો છે. આપણી હજારો બહેનો અલગ-અલગ રીતે સેવા આપે છે. જેમ કે, બેથેલમાં, મિશનરી તરીકે, બાંધકામ અને ભાષાંતર કામમાં. જે બહેનોની શ્રદ્ધા મજબૂત છે, તેઓ કુટુંબ અને મંડળમાં બીજાઓને પણ ઉત્તેજન આપે છે. (ની ૧૪:૧) જોકે બહેનો વડીલ કે સહાયક સેવક નથી બની શકતા, પણ તેઓ બીજી ઘણી રીતોએ યહોવાની ભક્તિમાં વધારે કરી શકે છે. કઈ રીતે?

  • યહોવા જેવા ગુણો કેળવીને. ​—૧તિ ૩:૧૧; ૧પિ ૩:૩-૬

  • જે બહેનો સત્યમાં નવા છે, તેઓને મદદ કરીને.​—તિત ૨:૩-૫

  • સેવાકાર્યમાં અસરકારક બનવાથી અને વધારે સમય આપવાથી

  • નવી ભાષા શીખીને

  • જ્યાં પ્રચારકોની વધુ જરૂર છે ત્યાં સેવા આપીને

  • બેથેલમાં અથવા સંગઠનના બાંધકામમાં ભાગ લેવા ફોર્મ ભરીને

  • રાજ્ય પ્રચારકો માટેની શાળા માટે ફોર્મ ભરીને

‘માલિકના કામમાં સખત મહેનત કરનારી બહેનો’ વીડિયો જુઓ અને પછી આ સવાલનો જવાબ આપો:

  • બહેનોનાં ઇન્ટરવ્યૂમાંથી તમને શું ઉત્તેજન મળ્યું?