બાઇબલમાં રહેલો ખજાનો
યહોવાની ધીરજની એક હદ છે
યહોવાએ આશ્શૂરના લોકોને ઇઝરાયેલ પર જીત મેળવવા દીધી (૨રા ૧૭:૫, ૬; w૦૫ ૧૧/૧૫ ૨૯ ¶૧૬)
યહોવાએ પોતાના લોકોને સજા કરી, કેમ કે તેઓ એવા કામો કરતા હતા જેને યહોવા નફરત કરે છે (૨રા ૧૭:૯-૧૨; w૧૨ ૫/૧ ૩૧ ¶૨; w૦૧ ૧૧/૧ ૧૦ ¶૧૦)
સજા કરતા પહેલાં યહોવા તેઓ સાથે ધીરજથી વર્ત્યા અને તેઓને વારંવાર ચેતવણી આપી (૨રા ૧૭:૧૩, ૧૪)
સ્વર્ગમાં રહેતા આપણા પિતા, પાપી માણસોને પ્રેમ કરે છે અને તેઓ સાથે ધીરજથી વર્તે છે. (૨પિ ૩:૯) પણ તેમની ધીરજની એક હદ છે. પોતાનો હેતુ પૂરો કરવા તે બહુ જલદી જ દુષ્ટ લોકોનો નાશ કરશે. આપણે એમાંથી શું શીખી શકીએ? પહેલું, જ્યારે કોઈ આપણને સલાહ આપે ત્યારે એને માનીએ અને પોતાની ભૂલો સુધારીએ. બીજું, ખુશખબર જણાવવાના કામમાં જોરશોરથી ભાગ લઈએ, કેમ કે સમય ખૂબ ઓછો છે.