સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સતાવણીમાં પણ આનંદી રહો

સતાવણીમાં પણ આનંદી રહો

ઈશ્વરભક્તો જાણે છે કે તેઓની સતાવણી થશે. (યોહ ૧૫:૨૦) એવું થાય ત્યારે આપણને ચિંતા થાય છે અને કદાચ અમુક તકલીફો પણ વેઠવી પડે છે. જો આપણે સતાવણીનો ધીરજથી સામનો કરીશું, તો એવા સમયે પણ ખુશ રહી શકીશું.—માથ ૫:૧૦-૧૨; ૧પિ ૨:૧૯, ૨૦.

આપણે આનંદી રહી શકીએ છીએ . . . સતાવણી હોવા છતાં વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

બાઝનોવભાઈના અનુભવમાંથી તમને શું શીખવા મળ્યું . . .

  • રોજ બાઇબલ વાંચવા વિશે?

  • ભાઈ-બહેનોથી મળતી મદદ વિશે? a

  • નિયમિત પ્રાર્થના કરવા વિશે?

  • ભક્તિ-ગીતો ગાવા વિશે?

  • પોતાની શ્રદ્ધા બીજાઓને જણાવવા વિશે?

a જેઓ જેલમાં છે એવા ભાઈ-બહેનો માટે આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. અરે, તેઓનું નામ લઈને પણ પ્રાર્થના કરી શકીએ છીએ. પણ યાદ રાખીએ કે શાખા કચેરી માટે એ શક્ય નથી કે આપણો પત્ર એવા ભાઈ-બહેનો સુધી પહોંચાડે.