યહોવાના સેવકો તરીકે આપણું જીવન
આપણી પ્રાર્થનાઓને યહોવા ખૂબ કીમતી ગણે છે
આપણે યહોવાની ઇચ્છા પ્રમાણે પ્રાર્થના કરીએ ત્યારે એ સુગંધીદાર ધૂપ જેવી થાય છે, જે રોજ યહોવાના મંદિરમાં બાળવામાં આવતો હતો. (ગી ૧૪૧:૨) પ્રાર્થના કરતી વખતે યહોવાને જણાવી શકીએ કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ અને તેમનો અહેસાન માનીએ છીએ. આપણે પોતાની ચિંતાઓ અને તકલીફો વિશે તેમને જણાવી શકીએ. આપણે શું ચાહીએ છીએ એ પણ જણાવી શકીએ. આપણે તેમની પાસે માર્ગદર્શન માંગી શકીએ. યહોવાને આ બધું જણાવીને બતાવીએ છીએ કે તે આપણા સૌથી સારા દોસ્ત છે. સભાઓમાં થતી નાની નાની પ્રાર્થનાઓને યહોવા સ્વીકારે છે, કેમ કે એ આપણી ભક્તિનો ભાગ છે. પણ આપણે એકાંતમાં દિલ ખોલીને લાંબા સમય સુધી પ્રાર્થના કરીએ છીએ, ત્યારે તે વધારે ખુશ થાય છે.—ની ૧૫:૮.
હું પ્રાર્થનામાં લાગુ રહ્યો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
જોનસનભાઈને કેવી અલગ અલગ રીતે યહોવાની સેવા કરવાનો લહાવો મળ્યો?
-
જોનસનભાઈએ કેવા અલગ અલગ સંજોગોમાં પ્રાર્થના કરીને યહોવા પર ભરોસો બતાવ્યો?
-
જોનસનભાઈના અનુભવમાંથી તમને શું શીખવા મળ્યું?