યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવા આપણી સખત મહેનતને યાદ રાખે છે
ક્યારેક આપણને લાગે કે લોકો માટે જે મહેનત કરીએ છીએ એની કોઈ કદર કરતું નથી. અરે, લોકો એને યાદ પણ રાખતા નથી. પણ આપણે યહોવાની સેવામાં જે મહેનત કરીએ છીએ, એના વિશે તમારું શું માનવું છે? આપણી એ મહેનતને યહોવા ક્યારેય ભૂલતા નથી. તે એની ખૂબ જ કદર કરે છે. ઘણી વાર વધતી ઉંમર કે તબિયત બગડવાને લીધે આપણે વધારે કરી શકતા નથી. એવા સંજોગોમાં પણ યહોવા આપણને યાદ રાખે છે. તે આપણો સાથ ક્યારેય છોડતા નથી.—હિબ્રૂ ૬:૧૦.
યહોવા યાદ રાખે છે વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
હિબ્શમેનભાઈએ કેવી અલગ અલગ રીતોથી યહોવાની સેવામાં સખત મહેનત કરી?
-
હિબ્શમેનભાઈના પત્ની ગુજરી ગયા અને વધતી ઉંમરને લીધે તે વધારે કરી શકતા ન હતા. એવા સંજોગોમાં યહોવાએ તેમને કેવી રીતે યાદ રાખ્યા?
-
આપણે કેમ કહી શકીએ કે આખી જિંદગી પૂરા સમયની સેવા કરવાને લીધે હિબ્શમેનભાઈનું જીવન ખુશીઓથી ભરેલું હતું? —ની ૧૦:૨૨