સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

‘આહાબના બધા વંશજોનો નાશ થઈ જશે’—૨રા ૯:૮

‘આહાબના બધા વંશજોનો નાશ થઈ જશે’—૨રા ૯:૮

યહૂદાનું રાજ્ય

યહોશાફાટ રાજા છે

ઈ.સ. પૂર્વે આશરે ૯૧૧: યહોરામ (યહોશાફાટનો દીકરો; અથાલ્યાનો પતિ, અથાલ્યા જે આહાબ અને ઇઝેબેલની દીકરી છે) એકલો રાજ કરવા લાગ્યો

ઈ.સ. પૂર્વે આશરે ૯૦૬: અહાઝ્યા (આહાબ અને ઇઝેબેલનો પૌત્ર) રાજા બને છે

ઈ.સ. પૂર્વે આશરે ૯૦૫: અથાલ્યા આખા રાજવંશનો સંહાર કરે છે અને પોતે રાણી બની બેસે છે. ફક્ત અથાલ્યાના એક પૌત્રને બચાવી લેવામાં આવે છે અને પ્રમુખ યાજક યહોયાદા તેને સંતાડી રાખે છે.—૨રા ૧૧:૧-૩

ઈ.સ. પૂર્વે ૮૯૮: યહોઆશ રાજા બને છે. પ્રમુખ યાજક યહોયાદા રાણી અથાલ્યાને મારી નાખે છે—૨રા ૧૧:૪-૧૬

ઇઝરાયેલનું રાજ્ય

ઈ.સ. પૂર્વે આશરે ૯૨૦: અહાઝ્યા (આહાબ અને ઇઝેબેલનો દીકરો) રાજા બને છે

ઈ.સ. પૂર્વે આશરે ૯૧૭: યહોરામ (આહાબ અને ઇઝેબેલનો દીકરો) રાજા બને છે

ઈ.સ. પૂર્વે આશરે ૯૦૫: યેહૂ ઇઝરાયેલના રાજા યહોરામ, તેના ભાઈઓ અને તેની મા (ઇઝેબેલને) મારી નાખે છે. તે યહૂદાના રાજા અહાઝ્યા અને તેના ભાઈઓને પણ મારી નાખે છે.—૨રા ૯:૧૪–૧૦:૧૭

ઈ.સ. પૂર્વે આશરે ૯૦૪: યેહૂ રાજ કરવા લાગે છે