યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“આપતા રહો”
ઈસુની વાતથી જાણવા મળે છે કે જો આપણે ઉદાર બનીશું, તો બીજાઓ પણ ઉદાર બનશે. (લૂક ૬:૩૮) ઉદારતાથી આપતા રહેવાની સારી આદત કેળવીએ. એ જોઈને ભાઈ-બહેનો પણ ઉદાર બનશે અને બીજાઓને મદદ કરશે.
ઉદારતાથી આપવું એ આપણી ભક્તિનો એક ભાગ છે. યહોવા એવા સેવકોને યાદ રાખે છે, જેઓ જરૂરિયાતવાળા ભાઈ-બહેનોને મદદ કરે છે. તે એવા સેવકોને આશીર્વાદ આપશે.—ની ૧૯:૧૭.
તમારી ઉદારતા માટે તમારો આભાર માનીએ છીએ વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
તમારા દાનોથી ભાઈ-બહેનોને કેવી મદદ મળે છે?
-
ભલે આપણે વધારે આપી શકતા હોઈએ કે ઓછું, તોપણ શા માટે આપતા રહેવું જોઈએ?—jw.org પર “બહુતાયત સે પૂરી કી ગઈ ઘટી” લેખ જુઓ.