સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સાક્ષીઓના નામ પર કલંક ન લાગે એ માટે હું શું કરી શકું?

સાક્ષીઓના નામ પર કલંક ન લાગે એ માટે હું શું કરી શકું?

લોકો યહોવાના સાક્ષીઓનાં સારાં વાણી-વર્તનની નોંધ લે છે. (૧કો ૪:૯) આપણે પોતાને પૂછી શકીએ: ‘શું મારાં વાણી-વર્તનથી યહોવાને મહિમા મળે છે?’ (૧પિ ૨:૧૨) સારું નામ કમાવામાં યહોવાના સાક્ષીઓને વર્ષો લાગ્યાં છે. આપણે નથી ચાહતા કે આપણા લીધે એ નામ પર કાદવ ઊછળે.—સભા ૧૦:૧.

જવાબમાં લખો કે નીચે આપેલા સંજોગોમાં એક સાક્ષીએ શું કરવું જોઈએ અને બાઇબલનો કયો સિદ્ધાંત તેને મદદ કરશે:

  • સાક્ષી ન હોય એવી વ્યક્તિ તમને ગુસ્સામાં ખરું-ખોટું સંભળાવી દે છે

  • તમારાં કપડાં લઘરવઘર છે, વાહન ગંદું છે અથવા તમારું ઘર વેરવિખેર છે

  • તમારા વિસ્તારમાં લાગુ પડતો નિયમ તમને યોગ્ય નથી લાગતો અથવા એ નિયમ પાળવો અઘરું લાગે છે

લેખન વિભાગમાં કામ કરતા ઘણાં ભાઈ-બહેનો આપણા સાહિત્ય માટે સંશોધન કરે છે. તેઓ કઈ રીતે સાક્ષીઓનું સારું નામ જાળવી રાખવા મદદ કરે છે, એ વિશે વીડિયોમાં જુઓ.

આપણે સત્ય માટે લોકોનાં દિલમાં પ્રેમ અને કદર વધારીએ છીએ વીડિયો જુઓ અને પછી આ સવાલનો જવાબ આપો:

આપણું સંગઠન સાચી માહિતી આપવા જે મહેનત કરે છે, એ વિશે તમને કઈ વાત ગમી?