સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ડિસેમ્બર ૨૩-૨૯

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૧-૧૭૬

ડિસેમ્બર ૨૩-૨૯

ગીત ૨૬ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. વગર કામના દુઃખથી કઈ રીતે બચવું?

(૧૦ મિ.)

ઈશ્વરની આજ્ઞાઓને વહાલી ગણો (ગી ૧૧૯:૧૨૭; w૧૮.૦૬ ૧૭ ¶૫-૬)

બૂરાઈને ધિક્કારો (ગી ૧૧૯:૧૨૮; w૯૩-E ૪/૧૫ ૧૭ ¶૧૨)

યહોવાનું સાંભળો અને “નાદાન” વ્યક્તિ કરે એવી ભૂલો કરવાનું ટાળો (ગી ૧૧૯:૧૩૦, ૧૩૩; ની ૨૨:૩)

પોતાને પૂછો: ‘ઈશ્વરની આજ્ઞાઓને વહાલી ગણવા અથવા બૂરાઈને ધિક્કારવા મારે કયા ફેરફાર કરવાની જરૂર છે?’

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૧૧૯:૧૬૦—આ કલમ પ્રમાણે આપણને કયો ભરોસો હોવો જોઈએ? (w૨૩.૦૧ ૨ ¶૨)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. (lmd પાઠ ૧ મુદ્દો ૫)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિને બતાવો કે તેને રસ પડે એવી માહિતી jw.org વેબસાઇટ પરથી કઈ રીતે મેળવી શકાય. (lmd પાઠ ૮ મુદ્દો ૩)

૬. શિષ્યો બનાવો

(૫ મિ.) એવા બાઇબલ વિદ્યાર્થી સાથે ચર્ચા કરો, જે નિયમિત રીતે સભાઓમાં નથી આવતો. (lmd પાઠ ૧૨ મુદ્દો ૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૫૨

૭. પૈસાનો પ્રેમ, મુસીબતોનું મૂળ

(૧૫ મિ.) ચર્ચા.

જેઓ પૈસા પાછળ દોડે છે, “તેઓએ પોતાને ઘણાં દુઃખોથી વીંધ્યા છે.” (૧તિ ૬:૯, ૧૦) જો આપણે પૈસાને પ્રેમ કરતા હોઈશું અને એને જીવનમાં સૌથી મહત્ત્વના ગણીશું, તો આપણું ઘણું નુકસાન થશે. જેમ કે,

  • યહોવા સાથે આપણો સારો સંબંધ નહિ રહે. —માથ ૬:૨૪

  • આપણને કદી સંતોષ નહિ મળે.—સભા ૫:૧૦

  • જૂઠું બોલવું, ચોરી કરવી અને દગો આપવા જેવાં ખોટાં કામોથી દૂર રહેવું અઘરું થઈ જશે. (ની ૨૮:૨૦) જો ખોટું કામ કરી બેસીશું, તો દિલ ડંખ્યા કરશે, નામ બદનામ થશે અને ઈશ્વરની કૃપા ગુમાવી દઈશું

હિબ્રૂઓ ૧૩:૫ વાંચો અને પછી આ સવાલની ચર્ચા કરો:

  • જો મુસીબતોથી બચવું હોય, તો પૈસા વિશે કેવું વલણ રાખવું જોઈએ અને શા માટે?

કદાચ આપણે પૈસાને પ્રેમ કરતા ન હોઈએ. પણ જો સમજી-વિચારીને એ નહિ વાપરીએ, તોપણ આપણા પર દુઃખ આવશે.

આ વ્હાઇટબૉર્ડ એનિમેશન વીડિયો બતાવો: પૈસા સમજી-વિચારીને વાપરો. પછી પૂછો:

  • આપણે કેમ બજેટ બનાવવું જોઈએ? એ કઈ રીતે બનાવી શકીએ?

  • અમુક પૈસા બાજુ પર મૂકી રાખવા કેમ સારું છે?

  • કારણ વગર દેવું ન કરવામાં કેમ સમજદારી છે?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૫૩ અને પ્રાર્થના