સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ડિસેમ્બર ૩૦, ૨૦૨૪–જાન્યુઆરી ૫, ૨૦૨૫

ગીતશાસ્ત્ર ૧૨૦-૧૨૬

ડિસેમ્બર ૩૦, ૨૦૨૪–જાન્યુઆરી ૫, ૨૦૨૫

ગીત ૨૪ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

બાબેલોનથી પાછા આવેલા ઇઝરાયેલીઓ સારો પાક લણીને ઘણા ખુશ છે. કેમ કે યહોવાએ તેઓની મહેનત પર આશીર્વાદ વરસાવ્યો છે

૧. તેઓએ આંસુ પાડતાં પાડતાં વાવ્યું, પણ હસતાં હસતાં લણ્યું

(૧૦ મિ.)

જ્યારે ઇઝરાયેલીઓને સાચી ભક્તિ માટે આઝાદ કરવામાં આવ્યા, ત્યારે તેઓ બહુ ખુશ થયા (ગી ૧૨૬:૧-૩)

જેઓ યહૂદિયા પાછા આવ્યા, તેઓ કદાચ રડ્યા હશે, કેમ કે તેઓએ સખત મહેનત કરવાની હતી (ગી ૧૨૬:૫; w૦૪ ૬/૧ ૧૬ ¶૧૦)

લોકોએ હાર ન માની અને એના લીધે તેઓને આશીર્વાદો મળ્યા (ગી ૧૨૬:૬; w૨૧.૧૧ ૨૪ ¶૧૭; w૦૧ ૭/૧૫ ૧૮-૧૯ ¶૧૩-૧૪; ચિત્ર જુઓ)

મનન માટે સવાલ: આર્માગેદનમાંથી બચીને નવી દુનિયામાં જઈશું ત્યારે, આપણે મોટા પાયે નવું બાંધકામ કરવું પડશે. એ વખતે કઈ મુશ્કેલીઓ આવશે? કયા આશીર્વાદો મળશે?

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૧૨૪:૨-૫—શું આપણે અપેક્ષા રાખી શકીએ કે યહોવાએ જેમ ઇઝરાયેલીઓનું રક્ષણ કર્યું હતું, તેમ આપણું પણ રક્ષણ કરશે? (cl-E ૭૩ ¶૧૫)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) જાહેરમાં પ્રચાર. (lmd પાઠ ૩ મુદ્દો ૫)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. ગઈ વખતે ઘરમાલિકે શંકા વ્યક્ત કરી હતી કે બાઇબલ પર ભરોસો કરી શકાય કે નહિ. (lmd પાઠ ૯ મુદ્દો ૫)

૬. શિષ્યો બનાવો

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧૯

૭. ઈશ્વરે આપેલાં વચનોથી ખુશી મેળવો

(૧૫ મિ.) ચર્ચા.

બાબેલોનની ગુલામીમાં ગયેલા લોકોને યહોવાએ જે વચનો આપ્યાં હતાં, એ બધાં પૂરાં થયાં. (યશા ૩૩:૨૪) ઇઝરાયેલીઓ ગુલામીમાં હતા એ દરમિયાન તેઓના દેશમાં સિંહ અને બીજાં જંગલી પ્રાણીઓની સંખ્યા વધી ગઈ હતી. એટલે તેઓ પાછા આવ્યા ત્યારે તેઓને અને તેઓનાં ઢોરઢાંકને રક્ષણની જરૂર હતી. યહોવાએ ચોક્કસ તેઓનું રક્ષણ કર્યું. (યશા ૬૫:૨૫) તેઓ પોતાનાં ઘરોમાં રહેવાનો અને પોતાની દ્રાક્ષાવાડીનાં ફળ ખાવાનો આનંદ માણી શક્યા. (યશા ૬૫:૨૧) ઈશ્વરે તેઓના કામ પર આશીર્વાદ આપ્યો અને તેઓ ખુશહાલ અને લાંબું જીવન જીવ્યા.—યશા ૬૫:૨૨, ૨૩.

ધોધ: Maridav/stock.adobe.com; પર્વતો: AndreyArmyagov/stock.adobe.com

શાંતિને લગતાં ઈશ્વરનાં વચનોથી ખુશી મેળવો વીડિયો બતાવો. પછી પૂછો:

  • એ ભવિષ્યવાણીઓ આજે કઈ રીતે પૂરી થઈ રહી છે?

  • એ ભવિષ્યવાણીઓ નવી દુનિયામાં કઈ રીતે પૂરી થશે?

  • તમે કઈ ભવિષ્યવાણીઓ પૂરી થવાની ખાસ રાહ જુઓ છો?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૪૧ અને પ્રાર્થના