સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નવેમ્બર ૧૮-૨૪

ગીતશાસ્ત્ર ૧૦૭-૧૦૮

નવેમ્બર ૧૮-૨૪

ગીત ૨૩ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. “યહોવાનો આભાર માનો, કેમ કે તે ભલા છે”

(૧૦ મિ.)

જેમ યહોવાએ ઇઝરાયેલીઓને બાબેલોનમાંથી છોડાવ્યા, તેમ યહોવાએ આપણને શેતાનની દુનિયામાંથી છોડાવ્યા છે (ગી ૧૦૭:૧, ૨; કોલ ૧:૧૩, ૧૪)

યહોવા માટે કદર હશે તો મંડળમાં તેમની સ્તુતિ કરવા પ્રેરાઈશું (ગી ૧૦૭:૩૧, ૩૨; w૦૭ ૫/૧ ૮ ¶૨)

જ્યારે વિચારીએ છીએ કે યહોવાએ આપણા માટે કેટલું બધું કર્યું છે, ત્યારે તેમના માટે આપણી કદર વધે છે (ગી ૧૦૭:૪૩; w૧૫ ૧/૧૫ ૯ ¶૪)

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૧૦૮:૯—મોઆબની સરખામણી શા માટે ઈશ્વરના ‘હાથ-પગ ધોવાના વાસણ’ સાથે કરવામાં આવી? (it-2-E ૪૨૦ ¶૪)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. (lmd પાઠ ૧ મુદ્દો ૪)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિને જણાવો કે બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે. પછી તેને બાઇબલમાંથી શીખવા માટેનું કોન્ટેક્ટ કાર્ડ આપો. (lmd પાઠ ૯ મુદ્દો ૩)

૬. ટૉક

(૫ મિ.) ijwyp ૯૦—વિષય: નિરાશ કરી દે એવા વિચારોથી હું કઈ રીતે બચી શકું? (th અભ્યાસ ૧૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૨

૭. યહોવાનો આભાર માનવા ગીતો ગાઈએ છીએ

(૧૫ મિ.) ચર્ચા.

લાલ સમુદ્ર આગળ ઇજિપ્તનું શક્તિશાળી સૈન્ય જોઈને ઇઝરાયેલીઓ ખૂબ ડરી ગયા. પણ યહોવાએ તેઓને એ શક્તિશાળી સૈન્યના પંજામાંથી બચાવ્યા. યહોવાએ તેઓ માટે જે કર્યું હતું, એનો આભાર માનવા તેઓએ એક ગીત ગાયું. (નિર્ગ ૧૫:૧-૧૯) એ ગીત ગાવામાં પુરુષોએ આગેવાની લીધી. (નિર્ગ ૧૫:૨૧) ઈસુ અને પહેલી સદીના શિષ્યોએ પણ ઈશ્વરની સ્તુતિ કરવા ગીતો ગાયાં હતાં. (માથ ૨૬:૩૦; કોલ ૩:૧૬) આપણે પણ સભાઓમાં, સંમેલનોમાં અને મહાસંમેલનોમાં ગીતો ગાઈને યહોવાનો આભાર માનતા રહીએ છીએ. દાખલા તરીકે, આપણે હમણાં જ “યહોવા તારો આભાર” ગીત ગાયું. આપણે છેક ૧૯૬૬થી એ ગીત સભાઓમાં ગાતા આવ્યા છીએ.

અમુક સમાજમાં કદાચ પુરુષો જાહેરમાં ગીત ગાતા અચકાય. અમુક કદાચ એ કારણે ગીત ન ગાય કે તેઓનો અવાજ સારો નથી. પણ આપણે યાદ રાખવું જોઈએ કે સભાઓમાં ગીત ગાવું એ આપણી ભક્તિનો એક ભાગ છે. યહોવાનું સંગઠન સખત મહેનત કરીને સુંદર ગીતો રચે છે અને સભામાં કયું ગીત ગાવું એ નક્કી કરે છે. આપણે તો બસ સૂરમાં સૂર મિલાવીને ગાવાનું છે અને સ્વર્ગમાંના આપણા પિતા માટેનાં પ્રેમ અને કદરની સાબિતી આપવાની છે.

ઇતિહાસના ઝરૂખેથી—ગીતની ભેટ, ભાગ ૨ વીડિયો બતાવો. પછી પૂછો:

  • ૧૯૪૪માં કયો ખાસ બનાવ બન્યો?

  • સાઇબિરિયાનાં ભાઈ-બહેનોએ કઈ રીતે રાજ્યગીતો ગાવા માટે કદર બતાવી?

  • યહોવાના સાક્ષીઓ કેમ માને છે કે રાજ્યગીતો ગાવાં ખૂબ જરૂરી છે?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૩૭ અને પ્રાર્થના