નવેમ્બર ૪-૧૦
ગીતશાસ્ત્ર ૧૦૫
ગીત ૧૫૨ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. “તેમણે પોતે કરેલો કરાર તે હંમેશાં યાદ રાખે છે”
(૧૦ મિ.)
યહોવાએ ઇબ્રાહિમને એક વચન આપ્યું. પછી એ જ વચન તેમણે ઇસહાક અને યાકૂબને પણ આપ્યું (ઉત ૧૫:૧૮; ૨૬:૩; ૨૮:૧૩; ગી ૧૦૫:૮-૧૧)
એ વચન પૂરું થશે એવું માનવું અઘરું લાગ્યું હશે (ગી ૧૦૫:૧૨, ૧૩; w૨૩.૦૪ ૨૮ ¶૧૧-૧૨)
ઇબ્રાહિમ સાથે કરેલો કરાર યહોવા કદી ભૂલ્યા નહિ (ગી ૧૦૫:૪૨-૪૪; it-2-E ૧૨૦૧ ¶૨)
પોતાને પૂછો: ‘હું યહોવા પર ભરોસો રાખી શકું છું, એ જાણવાથી ભાવિ વિશે મને કઈ ખાતરી મળે છે?’
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
-
ગી ૧૦૫:૧૭-૧૯, ફૂટનોટ—‘યહોવાના શબ્દોએ’ કઈ રીતે યૂસફને શુદ્ધ કર્યા? (w૮૬-E ૧૧/૧ ૧૯ ¶૧૫)
-
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ગી ૧૦૫:૨૪-૪૫ (th અભ્યાસ ૫)
૪. વાત શરૂ કરો
(૧ મિ.) ઘર ઘરનો પ્રચાર. ઘરમાલિક વ્યસ્ત છે. (lmd પાઠ ૨ મુદ્દો ૫)
૫. વાત શરૂ કરો
(૨ મિ.) ઘર ઘરનો પ્રચાર. જ્યારે ઘરમાલિક દલીલો કરવાનું શરૂ કરે, ત્યારે પ્રેમથી વાત પૂરી કરી દો. lmd પાઠ ૪ મુદ્દો ૫)
૬. ફરી મળવા જાઓ
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. ગઈ વખતે વ્યક્તિએ જે વિષયમાં રસ બતાવ્યો હતો, એને લગતું મૅગેઝિન આપો. (lmd પાઠ ૮ મુદ્દો ૩)
૭. ફરી મળવા જાઓ
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિને JW લાઇબ્રેરી એપ વિશે જણાવો અને એ ડાઉનલોડ કરવા મદદ કરો. (lmd પાઠ ૯ મુદ્દો ૫)
ગીત ૧૫૦
૮. તમારા પ્રેમની સાબિતી
(૧૫ મિ.) ચર્ચા.
રાજ્યના કામ માટે પોતાનાં સમય, શક્તિ અને પૈસા વાપરીને બતાવીએ છીએ કે યહોવાના દીકરા, આપણા રાજા ખ્રિસ્ત ઈસુને આપણે કેટલો બધો પ્રેમ કરીએ છીએ. એવો પ્રેમ જોઈને યહોવા બહુ ખુશ થાય છે અને ભાઈ-બહેનોને પણ ફાયદો થાય છે. (યોહ ૧૪:૨૩) jw.org/gu પર “તમારા દાન કઈ રીતે વપરાય છે?” ભાગમાં અમુક લેખો આપ્યા છે. એનાથી જોવા મળે છે કે આપણા દાનથી આખી દુનિયાનાં ભાઈ-બહેનોને કઈ રીતે મદદ મળે છે.
તમારા દાનથી ઘણું કામ પાર પડે છે વીડિયો બતાવો. પછી પૂછો:
-
આપણાં ભાઈ-બહેનો છૂટથી યહોવાની ભક્તિ કરી શકે એ માટે દાનનો કઈ રીતે ઉપયોગ થયો છે?
-
પ્રાર્થનાઘરોના બાંધકામમાં દાનોનો સારો ઉપયોગ કરવા બીજો કોરીંથીઓ ૮:૧૪માં આપેલો સિદ્ધાંત કઈ રીતે ભાઈઓને મદદ કરે છે?
-
દાનનો ઉપયોગ બાઇબલનું ઘણી ભાષાઓમાં ભાષાંતર કરવા થયો છે. એનાથી કયા ફાયદા થયા છે?
૯. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૧૭ ¶૧૩-૧૯