સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

પવિત્ર બાઇબલ આપણને શું શીખવે છે?—કઈ રીતે વાપરવું

પવિત્ર બાઇબલ આપણને શું શીખવે છે?—કઈ રીતે વાપરવું

બાઇબલ આપણને શીખવે છે * અને બાઇબલ શીખવે છે, પુસ્તકો સરખા છે. આ બંને પુસ્તકો સત્ય શીખવવા માટેનાં સાધનો છે. આ બંનેમાં સત્યની માહિતી એકસરખી જ છે અને એક સરખા ક્રમમાં છે. પણ, બાઇબલ આપણને શીખવે છે પુસ્તકના શબ્દો અને શીખવવાની રીત સરળ છે. જેઓને બાઇબલ શીખવે છે પુસ્તક સમજવામાં અઘરું લાગે છે, તેઓ માટે આ પુસ્તક બનાવવામાં આવ્યું છે. બાઇબલ આપણને શીખવે છે પુસ્તકના અંતમાં ‘વધારે માહિતી’ના લેખને બદલે, કેટલાક શબ્દો અને વિચારોની સાદી સમજણ આપેલી છે. પ્રકરણની શરૂઆતમાં સવાલો કે અંતમાં ‘બાઇબલ આમ શીખવે છે’ બૉક્સ આ પુસ્તકમાં નથી. એના બદલે, પ્રકરણના અંતે ‘સમીક્ષા’ આપેલી છે, એમાં પ્રકરણમાં જણાવેલા બાઇબલ સત્યની ટૂંકી માહિતી છે. બાઇબલ શીખવે છે પુસ્તકની જેમ, આ પુસ્તક પણ ગમે ત્યારે આપી શકાય છે. ભલે પછી, એ મહિનાની ઑફરમાં ન હોય. બાઇબલ અભ્યાસ ચલાવતી વખતે આપણે કેવી રીતે આ પુસ્તકના ખાસ ભાગોનો ઉપયોગ કરી શકીએ?

સમીક્ષા: અભ્યાસ કરતી વખતે બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી આપણે ફકરો વાંચીને સવાલ પૂછીએ છીએ. મોટા ભાગના લોકોને આપણી શીખવવાની એ રીત ફાવે છે. પણ, જો કોઈ વિદ્યાર્થીને ભાષા બરાબર ન આવડતી હોય કે તે વાંચી ન શકતો હોય, તો તમે બાઇબલ આપણને શીખવે છે પુસ્તક વાપરી શકો. એમાં આપેલી સમીક્ષામાંથી અભ્યાસ કરી શકો અને પછી વિદ્યાર્થીને ઉત્તેજન આપી શકો કે તે પોતાના સમયમાં પ્રકરણ વાંચે. દરેક બાઇબલ સત્યનો અભ્યાસ કરતા આશરે ૧૫ મિનિટ લાગી શકે. પ્રકરણમાં આપેલી બધી માહિતી સમીક્ષામાં ન હોવાથી, શીખવનારે પોતાના વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને પહેલેથી બરાબર તૈયારી કરવી જોઈએ. જો શીખવનાર પ્રકરણમાંથી અભ્યાસ ચલાવે, તો છેલ્લે પુનરાવર્તન માટે સમીક્ષાનો ઉપયોગ કરી શકે.

નોંધ: પ્રકરણ પ્રમાણે નોંધમાં માહિતી આપેલી છે. અભ્યાસ દરમિયાન નોંધ વાપરવી કે નહિ, તે શીખવનાર નક્કી કરી શકે છે.

^ ફકરો. 3 આ સાહિત્ય હાલમાં ગુજરાતીમાં પ્રાપ્ય નથી.