સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | નીતિવચનો ૨૭-૩૧

બાઇબલ સદ્દગુણી સ્ત્રી વિશે જણાવે છે

બાઇબલ સદ્દગુણી સ્ત્રી વિશે જણાવે છે

લમૂએલ રાજાની માતાએ તેમને આપેલી સલાહ નીતિવચનોના અધ્યાય ૩૧માં જોવા મળે છે. સદ્દગુણી કે સારી પત્નીમાં કેવા ગુણો હોવા જરૂરી છે, એના વિશે તેમણે સલાહ આપી છે.

સારી પત્ની ભરોસાપાત્ર હોય છે

૩૧:૧૦-૧૨

  • આધીન રહીને તે કુટુંબને લગતા નિર્ણયો માટે મહત્ત્વનાં સૂચનો આપે છે

  • તેના પતિને ભરોસો હોય છે કે, તે સારા નિર્ણયો લઈ શકે છે. પતિ એવી આશા નહિ રાખે કે નાની નાની વાતમાં પત્ની તેની મંજૂરી લે

સારી પત્ની મહેનતુ હોય છે

૩૧:૧૩-૨૭

  • તે સમજી વિચારીને અને યોગ્ય રીતે કુટુંબને ચલાવે છે, જેથી તેના કુટુંબમાં બધાનો દેખાવ સારો હોય, કપડાં શોભતાં હોય અને ખોરાક હોય

  • તે મહેનત કરે છે અને દિવસ-રાત કુટુંબની સંભાળ રાખે છે

સારી પત્ની ભક્તિભાવ બતાવે છે

૩૧:૩૦

  • તે ઈશ્વરનો ડર રાખે છે અને તેમની સાથેનો સંબંધ મજબૂત કરે છે