મલાવીમાં મહાસંમેલનમાં આવેલાં ભાઈ-બહેનો સાંજે JW બ્રૉડકાસ્ટિંગ જુએ છે

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા નવેમ્બર ૨૦૧૯

વાતચીતની એક રીત

ભગવાને માણસને કેમ બનાવ્યો અને તેમણે કેવા ભવિષ્યનું વચન આપ્યું છે એ વિષય પર વાતચીતની એક રીત.

બાઇબલમાં રહેલો ખજાનો

દુનિયા કે એની વસ્તુઓ માટે પ્રેમ રાખશો નહિ

દુનિયા અને એની લાલચો આપણને યહોવાથી દૂર ન લઈ જાય માટે આપણને શું મદદ કરશે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

લગ્ન વિશે વિચારતા હો ત્યારે દુનિયાની અસર થવા દેશો નહિ

પછીથી કોઈ અફસોસ ન થાય અને દિલ પર બોજ ન રહે માટે છોકરા-છોકરીને લગ્નની તૈયારી કરવા કયા બાઇબલ સિદ્ધાંતોથી મદદ મળી શકે?

બાઇબલમાં રહેલો ખજાનો

સત્યમાં ટકી રહેવા આપણે લડત આપવી જોઈએ

આપણે કઈ રીતે ‘ખ્રિસ્તના શિક્ષણ માટે સખત લડત આપી’ શકીએ?

બાઇબલમાં રહેલો ખજાનો

‘તારાં કાર્યો હું જાણું છું’

દરેક મંડળમાં શું થઈ રહ્યું છે એ વિશે ઈસુ જાણે છે અને વડીલોના જૂથ પર ઈસુ પૂરી દેખરેખ રાખે છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવા આપણી જરૂરિયાતો જાણે છે

દરેક સંમેલન શા માટે આપણી જરૂરિયાત પ્રમાણે હોય છે? અઠવાડિયા દરમિયાન થતી સભામાંથી શા માટે ઉત્તેજન મળે છે અને એનાં સૂચનો કઈ રીતે કામ લાગે એવાં છે?

બાઇબલમાં રહેલો ખજાનો

ચાર ઘોડેસવારોની સવારી

પ્રકટીકરણમાં જણાવેલા ચાર ઘોડેસવારોની સવારી જાણે આજે આપણે જોઈ રહ્યા છીએ. દરેક ઘોડેસવારોની સવારી શાને રજૂ કરે છે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

રાજીખુશીથી આપનારને યહોવા ચાહે છે

આપણા વિસ્તારમાં અને આખી દુનિયામાં ચાલતા યહોવાના સાક્ષીઓના કામ માટે આપણે કઈ રીતે રાજીખુશીથી દાન આપી શકીએ?