યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવા આપણી જરૂરિયાતો જાણે છે
વિશ્વાસુ અને સમજુ ચાકર આપણને “યોગ્ય સમયે” ખોરાક આપે છે. એ માટે યહોવા તેઓને માર્ગદર્શન આપે છે. એનાથી જોવા મળે છે કે ભક્તિ માટે આપણને શાની જરૂર છે, એ યહોવાને ખબર છે. (માથ ૨૪:૪૫) એની સાબિતી આપણને મહાસંમેલનો, અઠવાડિયા દરમિયાન થતી સભાઓ અને બીજી ઘણી ગોઠવણોથી મળે છે.
૨૦૧૭ શિક્ષણ સમિતિનો અહેવાલ વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
મહાસંમેલનોમાં ઘણી મજા આવે છે. એ માટે આપણે કોને મહિમા આપવો જોઈએ અને શા માટે?
-
મહાસંમેલનની તૈયારી ક્યારથી શરૂ થઈ જાય છે?
-
મહાસંમેલનનો વિષય કઈ રીતે પસંદ કરવામાં આવે છે?
-
મહાસંમેલનની તૈયારી માટે કયા કામો કરવામાં આવે છે?
-
અઠવાડિયા દરમિયાન થતી સભાની માહિતી તૈયાર કરવા કઈ રીતે ગિલયડના અભ્યાસની રીતોનો ઉપયોગ થાય છે?
-
સભા પુસ્તિકા તૈયાર કરવા કઈ રીતે બધા વિભાગો સાથે મળીને કામ કરે છે?
આપણી શ્રદ્ધા મજબૂત કરવા યહોવા જે પૂરું પાડે છે, એ વિશે તમને કેવું લાગે છે?