સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

લગ્ન વિશે વિચારતા હો ત્યારે દુનિયાની અસર થવા દેશો નહિ

લગ્ન વિશે વિચારતા હો ત્યારે દુનિયાની અસર થવા દેશો નહિ

છોકરા-છોકરીના લગ્ન થવાના હોય ત્યારે તેઓએ ઘણા નિર્ણયો લેવાના હોય છે. તેઓને દબાણ કરવામાં આવે કે બીજાઓની જેમ તેઓ પણ ધામધૂમથી લગ્ન કરે. તેઓના લગ્ન વિશે મિત્રો અને કુટુંબના સભ્યોએ ઘણું વિચારી રાખ્યું હશે. લગ્નની તૈયારી કરવા તેઓને કયા બાઇબલ સિદ્ધાંતોથી મદદ મળી શકે? એમ કરવાથી તેઓને પછીથી કોઈ અફસોસ નહિ થાય અને તેઓનાં દિલ પર કોઈ બોજ નહિ રહે.

યહોવાને મહિમા આપે એવાં લગ્ન વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • નીક અને જુલીયાનાને આ બાઇબલ સિદ્ધાંતોથી કઈ રીતે મદદ મળી?

  • શા માટે યુગલે ભક્તિમાં મજબૂત હોય એવા ભાઈને “મિજબાનીના કારભારી” તરીકે પસંદ કરવા જોઈએ?—યોહ ૨:૯, ૧૦.

  • કયા કારણોને લીધે નીક અને જુલીયાનાએ લગ્ન વિશે અમુક પસંદગીઓ કરી હતી?

  • લગ્નની ગોઠવણ અને રિસેપ્શન વિશે કોણ નિર્ણયો લેશે?—w૦૬ ૧૧/૧ ૧૮ ¶૧૦.