યહોવાને સૌથી ઉત્તમ આપો
ઇઝરાયેલમાં ભલે કોઈ ગરીબ હોય તોપણ તે યહોવા સાથે શાંતિ જાળવી શકતો. ઇઝરાયેલનો એક ગરીબ માણસ પણ યહોવાને પસંદ પડે એવું અર્પણ ચઢાવી શકતો. પણ એ અર્પણ સૌથી ઉત્તમ હોવું જોઈએ. ગરીબો લોટનું પણ અર્પણ ચઢાવી શકતા. પરંતુ યહોવા ચાહતા કે અર્પણમાં એવો ‘લોટ’ હોય, જે મહેમાનો માટે વાપરવામાં આવતો હોય. (ઉત ૧૮:૬) આજે ભલે આપણા સંજોગો સારા ન હોય, પણ યહોવા ચાહે છે કે આપણે સૌથી સારું “સ્તુતિનું અર્પણ” ચઢાવીએ.—હિબ્રૂ ૧૩:૧૫.
આપણી પાસે ભલે પહેલાં જેટલી સારી તબિયત કે તાકાત ન હોય પણ આપણને કયું ઉત્તેજન મળે છે?