મુસાએ માર્ગદર્શનને પૂરું ધ્યાન આપ્યું અને એ પ્રમાણે કર્યું
મુસાએ મંડપ બનાવવા યહોવાએ આપેલી આજ્ઞા પર પૂરું ધ્યાન આપ્યું. એવી જ રીતે આપણે પણ યહોવાના સંગઠન તરફથી મળતા માર્ગદર્શનને ધ્યાન આપવું જોઈએ. એટલું જ નહિ, એ પ્રમાણે કરવામાં મોડું ન કરવું જોઈએ. ભલે આપણને લાગે કે એ મહત્ત્વનું નથી કે આપણને એ સમજાય નહિ તોપણ એના પ્રમાણે કરવું જોઈએ.—લુક ૧૬:૧૦.
આપણે કેમ એ માર્ગદર્શનને ધ્યાન આપવું જોઈએ . . .
-
જે પ્રચારની સભા દરમિયાન મળે છે?
-
જે તાત્કાલિક સારવાર વિશે છે?
-
જે કુદરતી આફતોથી બચવા વિશે છે?