યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ફોનથી સાક્ષી આપીએ
કેમ મહત્ત્વનું: ફોનથી સંદેશો જણાવવો એ ‘ખુશખબર વિશે સાક્ષી’ આપવાની એક મહત્ત્વની રીત છે. (પ્રેકા ૨૦:૨૪) * ફોનથી આપણે એવા લોકોને સાક્ષી આપી શકીએ છીએ, જેઓને અમુક સંજોગોના લીધે આપણે મળી શકતા નથી.
કઈ રીતે કરશો:
-
તૈયારી કરો. એવો વિષય પસંદ કરો જે મોટા ભાગના લોકોને ગમતો હોય. પછી જે વિષય પર વાત કરવાના હો એના મુદ્દા તૈયાર કરો. કદાચ કોઈ ઘરે ન હોય અને ફોન પર મૅસેજ છોડવો પડે તો તમે શું કરશો? તમે ફોન કેમ કર્યો હતો એ જણાવતો નાનકડો સંદેશો તૈયાર કરી શકો. સારું રહેશે કે તૈયાર કરેલા મુદ્દા અને જરૂરી માહિતી ટેબલ પર સાથે રાખો. જેમ કે, JW લાઇબ્રેરી અથવા jw.org® ખોલવા ફોન કે ટેબ્લેટ
-
આરામથી વાત કરો. લોકો સાથે વાત કરતા હો એ રીતે ફોન પર વાત કરો. તમે સામેવાળી વ્યક્તિને જોતા હો એ રીતે ચહેરા પર હાવભાવ રાખો અને ખુશી બતાવો. વારે વારે અટકશો નહિ. ફોન પર વાત કરો ત્યારે સાથે કોઈને રાખો. જો ઘરમાલિક સવાલ પૂછે તો એ સવાલ તમે મોટેથી બોલો. એમ કરશો તો તમારા સાથીદાર એ સાંભળીને તમને એનો જવાબ આપવા મદદ કરશે
-
ફરી મુલાકાત માટે પાયો નાખો. જો વ્યક્તિ આપણી વાત સાંભળે તો ફરી મુલાકાત માટે કોઈ સવાલ છોડો. એમ કરશો તો એનો જવાબ આપવા તમે બીજી વાર ફોન કરી શકશો. તમે કદાચ અમુક સાહિત્ય મેઇલ પર કે ટપાલથી કે જાતે જઈને આપી શકો. તમે કોઈ વીડિયો કે લેખ, મૅસેજથી કે મેઇલથી મોકલી શકો. તમે યોગ્ય સમયે વ્યક્તિને અમુક માહિતી માટે આપણી વેબસાઇટ જોવાનું કહી શકો
^ ફકરો. 3 જો તમારા વિસ્તારમાં ફોનથી સાક્ષી આપવાની પરવાનગી હોય તો ડેટા સુરક્ષાના નિયમો ધ્યાનમાં રાખજો.