શા માટે અર્પણો ચઢાવવામાં આવતા?
અર્પણો કે બલિદાનો વિશે નિયમકરારમાં આજ્ઞા આપી હતી. યહોવાને ખુશ કરવા એ અર્પણો ચઢાવવામાં આવતા. એ શાને રજૂ કરતા? ભાવિમાં ઈસુ પોતાનું બલિદાન આપવાના હતા એને અને એમાંથી મળનાર ફાયદાને.—હિબ્રૂ ૮:૩-૫; ૯:૯; ૧૦:૫-૧૦.
-
બલિદાનમાં ખોડખાંપણ વગરના પ્રાણી ચઢાવવામાં આવતા. એવી જ રીતે, ઈસુએ શુદ્ધ અને પવિત્ર શરીરનું અર્પણ ચઢાવ્યું હતું.—૧ પીત. ૧:૧૮, ૧૯.
-
ઈશ્વરને પૂરેપૂરું અગ્નિ-અર્પણ ચઢાવવામાં આવતું. એવી જ રીતે ઈસુએ પોતાનું બલિદાન યહોવાને અર્પણ કરી દીધું
-
જેઓ શાંતિ-અર્પણો ચઢાવતા તેઓ ઈશ્વર સાથે શાંતિ જાળવી શકતા. એવી જ રીતે પ્રભુના સાંજના ભોજનમાં ભાગ લઈને અભિષિક્તો ઈશ્વર સાથે શાંતિ જાળવી શકે છે