સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૫૨-૫૭

ખ્રિસ્તે આપણા માટે સહન કર્યું

ખ્રિસ્તે આપણા માટે સહન કર્યું

“તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો; . . . આપણે તો તેને હણાયેલો, ઈશ્વરથી માર પામેલો, તથા પીડિત થયેલો માન્યો”

૫૩:૩-૫

  • ઈસુનો ધિક્કાર કરવામાં આવ્યો અને તેમના પર ઈશ્વરની નિંદા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો. અમુક માનતા હતા કે, ઈશ્વર તેમને સજા કરી રહ્યા છે, જાણે કે ગંભીર બીમારીથી તેમને હણી રહ્યા છે

“યહોવાની મરજી તેને કચરવાની હતી; . . . ને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે”

૫૩:૧૦

  • એમાં કોઈ શંકા નથી કે, ઈસુના મરણથી યહોવાને ખૂબ દુઃખ થયું હશે. પણ, ઈસુની અતૂટ વફાદારી જોઈને તે ખુશ થયા. શેતાને ઈશ્વરભક્તોની વફાદારી સામે સવાલ ઉઠાવ્યો હતો. ઈસુના મરણથી એ સવાલનો જવાબ મળ્યો તેમજ પસ્તાવો કરનાર મનુષ્યો માટે આશીર્વાદોનો માર્ગ ખૂલ્યો. એ રીતે “યહોવાનો હેતુ” સફળ કરવામાં તેમણે મદદ કરી