યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સર્જનહારમાં અડગ શ્રદ્ધા કેળવવા તમારાં બાળકોને મદદ કરો
સૃષ્ટિ યહોવાનો મહિમા પ્રગટ કરે છે. (ગી ૧૯:૧-૪; ૧૩૯:૧૪) પણ જીવનની શરૂઆત વિશે શેતાન ખોટું શિક્ષણ ફેલાવે છે, જે ઈશ્વરને મહિમા આપતું નથી. (રોમ ૧:૧૮-૨૫) બાળકનાં દિલોદિમાગમાં આવું શિક્ષણ ઘર ન કરે એ માટે તમે કઈ રીતે તેઓને મદદ કરી શકો? નાનપણથી જ તેઓને એવો વિશ્વાસ કેળવવા મદદ કરો કે, યહોવા સાચે જ છે અને તે આપણા દરેકની કાળજી લે છે. (૨કો ૧૦:૪, ૫; એફે ૬:૧૬) સ્કૂલમાં તેઓ જે શીખે છે એ વિશેના તેઓના વિચારો જાણવાની કોશિશ કરો અને તેઓના દિલ સુધી પહોંચવા અલગ અલગ સાધનોનો ઉપયોગ કરો.—નીતિ ૨૦:૫; યાકૂ ૧:૧૯.
બીજા યુવાનો શું કહે છે—ઈશ્વરમાં શ્રદ્ધા વીડિયો જુઓ અને પછી આ સવાલોની ચર્ચા કરો:
ઈશ્વરમાં શ્રદ્ધા રાખવા વિશે મોટા ભાગે લોકો શું માને છે?
તમારી શાળામાં શું શીખવવામાં આવે છે?
કઈ બાબતે તમને ખાતરી કરાવી કે, ઈશ્વર સાચે જ છે?
તમે બીજાઓને કઈ રીતે સમજાવી શકો કે, ઈશ્વરે બધું બનાવ્યું છે?