સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૫૮-૬૨

‘યહોવાએ માન્ય કરેલું વર્ષ જાહેર કરો’

‘યહોવાએ માન્ય કરેલું વર્ષ જાહેર કરો’

“યહોવાએ માન્ય કરેલું વર્ષ” શાબ્દિક વર્ષ નથી

૬૧:૧, ૨

  • એ એવો સમયગાળો છે, જે દરમિયાન નમ્ર લોકો પાસે તક હશે કે, તેઓના છુટકારા માટે કરેલો યહોવાનો પોકાર સાંભળીને તેઓ પગલાં ઉઠાવે

  • પહેલી સદીમાં, માન્ય કરેલું વર્ષ ઈ.સ. ૨૯માં ઈસુના સેવાકાર્યનો આરંભ થયો ત્યારે શરૂ થયું. એ સમયગાળો ઈ.સ. ૭૦માં યહોવાના “પ્રતિકારનો દિવસ” આવ્યો ને યરૂશાલેમનો વિનાશ થયો ત્યાં સુધી ચાલ્યો

  • આપણા સમયમાં, માન્ય કરેલું વર્ષ ૧૯૧૪માં ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા ત્યારે શરૂ થયું. એ સમયગાળો મહાન વિપત્તિના અંતે પૂરો થશે

“ધાર્મિકતાનાં વૃક્ષ” દ્વારા યહોવા પોતાના લોકોને આશીર્વાદો આપે છે

૬૧:૩, ૪

  • મોટા ભાગે જંગલોમાં સૌથી ઊંચાં વૃક્ષો સાથે સાથે વૃદ્ધિ પામે છે, જ્યાં એક વૃક્ષ બીજાને ટેકો આપે છે

  • લાંબા મૂળ કદાચ એકબીજાને વીંટળાઈ જાય અને વૃક્ષને અડીખમ રાખે છે અને તોફાન સામે રક્ષણ આપે છે

  • ઊંચાં વૃક્ષો છાંયો આપીને નાના છોડને રક્ષણ આપે છે; એના ખરતા પાંદડાં જમીનને વધારે ફળદ્રુપ બનાવે છે

“ધાર્મિકતાનાં વૃક્ષ” આજે પૃથ્વી પરના અભિષિક્તોને રજૂ કરે છે. તેઓના લીધે દુનિયાભરનાં મંડળોમાં, યહોવાના બધા સેવકોને સહારો અને રક્ષણ મળે છે