સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

આશાને લીધે આનંદ કરો

આશાને લીધે આનંદ કરો

આશા લંગર જેવી છે. (હિબ્રૂ ૬:૧૯) મુસીબતોના તોફાનમાં તે આપણી શ્રદ્ધાના વહાણને ભાંગી પડવાથી બચાવે છે. (૧તિ ૧:૧૮, ૧૯) મુસીબતોના તોફાનમાં નિરાશા, આર્થિક નુકસાન, લાંબી બીમારી, સ્નેહીજનનું મરણ અને વફાદારીને ખતરારૂપ બાબતોનો સમાવેશ થાય છે.

શ્રદ્ધા અને આશા આપણને વચન પ્રમાણેના ઇનામને નજર સામે રાખવા મદદ કરે છે. (૨કો ૪:૧૬-૧૮; હિબ્રૂ ૧૧:૧૩, ૨૬, ૨૭) આપણી આશા સ્વર્ગની હોય કે પૃથ્વી પરની, આપણે બધાએ બાઇબલનાં વચનો પર નિયમિત મનન કરીને આપણી આશા મજબૂત કરતા રહેવાની જરૂર છે. આમ કરીશું તો, મુશ્કેલીઓના વમળમાં પણ આનંદ જાળવી રાખવો સહેલું બનશે.—૧પી ૧:૬, ૭.

આશામાં આનંદ કરો વીડિયો જુઓ અને આ સવાલો પર ચર્ચા કરો:

  • મુસાએ કેવો દાખલો બેસાડ્યો છે?

  • કુટુંબના શિર પર કઈ જવાબદારી છે?

  • કુટુંબ તરીકેની ભક્તિ દરમિયાન તમે કયા વિષયો પર ચર્ચા કરી શકો?

  • મુશ્કેલીઓનો દૃઢતાથી સામનો કરવા આશા કઈ રીતે મદદ કરે છે?

  • કયા આશીર્વાદની તમે આતુરતાથી રાહ જુઓ છો?