સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૬૩-૬૬

નવાં આકાશ અને નવી પૃથ્વીને લીધે મોટો આનંદ છવાઈ જશે

નવાં આકાશ અને નવી પૃથ્વીને લીધે મોટો આનંદ છવાઈ જશે

યશાયા ૬૫માં યહોવાએ નવી દુનિયાનું વચન આપ્યું છે. એ વચન એટલું ચોક્કસ છે કે, યહોવાએ એનું વર્ણન એ રીતે કર્યું છે જાણે એ પૂરું થઈ ચૂક્યું છે.

યહોવા નવાં આકાશ અને નવી પૃથ્વીનું સર્જન કરશે, જ્યાં જૂની વાતોને યાદ કરવામાં આવશે નહિ

૬૫:૧૭

નવાં આકાશ એટલે શું?

  • એ નવી સરકાર છે, જે પૃથ્વી પર ન્યાયી પરિસ્થિતિ લાવશે

  • એ ૧૯૧૪માં સ્થપાઈ ગઈ છે, જ્યારે ઈસુને ઈશ્વરના રાજ્યના રાજા બનાવવામાં આવ્યા

નવી પૃથ્વી એટલે શું?

  • એ દરેક દેશ, ભાષા અને જાતિના લોકોથી બનેલો સમાજ છે, જે નવી સરકારને રાજીખુશીથી આધીન રહે છે

કઈ રીતે જૂની વાતોને યાદ કરવામાં આવશે નહિ?

  • શારીરિક, માનસિક કે લાગણીમય રીતે દુઃખ આપતી દરેક યાદોને ભૂંસી નાખવામાં આવશે

  • વફાદાર સેવકો જીવનનો પૂરો આનંદ માણશે અને દરેક દિવસની સુંદર પળોને મનમાં કેદ કરશે