સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

“તમારાં માતા-પિતાને માન આપો”

“તમારાં માતા-પિતાને માન આપો”

પૃથ્વી પર હતા ત્યારે ઈસુએ આ આજ્ઞાને ભારપૂર્વક જણાવી હતી: “તમારાં માતા-પિતાને માન આપો.” (નિર્ગ ૨૦:૧૨; માથ ૧૫:૪) ઈસુ વિના સંકોચે એ વાત કહી શક્યા, કારણ કે યુવાનીમાં પણ તે પોતાનાં માતા-પિતાને ‘આધીન રહ્યા’ હતા. (લુક ૨:૫૧) ઈસુના મરણ પછી, તેમની માતાની સંભાળ રાખવામાં આવે એની પણ ઈસુએ ગોઠવણ કરી.—યોહા ૧૯:૨૬, ૨૭.

આજે આપણા યુવાનો પણ પોતાનાં માતા-પિતાની આજ્ઞા માને છે અને તેઓની સાથે માનપૂર્વક વાત કરીને આદર આપે છે. હકીકતમાં તો, ઈસુએ જણાવેલી એ આજ્ઞાની કોઈ સમય મર્યાદા નથી. આપણાં માતા-પિતા વૃદ્ધ થઈ જાય પછી પણ તેઓનાં અનુભવમાંથી શીખીને આપણે તેઓને આદર આપી શકીએ છીએ. (નીતિ ૨૩:૨૨) વૃદ્ધ માતા-પિતાની લાગણીમય અને આર્થિક જરૂરિયાતોનું ધ્યાન રાખીને પણ તેઓને માન આપી શકીએ. (૧તિ ૫:૮) આપણે નાના હોઈએ કે મોટા, માતા-પિતા સાથે દિલ ખોલીને વાત કરીને પણ તેઓને માન આપી શકીએ છીએ.

વ્હાઇટ બૉર્ડ એનીમેશન હું મમ્મી-પપ્પા સાથે કઈ રીતે વાત કરી શકું? જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • માતા-પિતા સાથે વાત કરવી તમને કેમ અઘરું લાગી શકે?

  • માતા-પિતા સાથે વાત કરતી વખતે તમે કઈ રીતે તેઓને માન આપી શકો?

  • માતા-પિતા સાથે વાત કરવાથી કેવા લાભ થશે? (નીતિ ૧૫:૨૨)

    માતા-પિતા સાથે વાત કરવાથી તમે જીવનમાં સફળ થઈ શકશો