સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૧૪-૧૫

થોડાકના હાથે ઘણાને જમાડવા

થોડાકના હાથે ઘણાને જમાડવા

સાલ ૩૨ના પાસ્ખાપર્વના થોડા સમય પહેલાં, ઈસુએ એક ચમત્કાર કર્યો હતો. આ જ એવો ચમત્કાર છે, જે સુવાર્તાનાં ચારેય પુસ્તકોમાં નોંધાયેલો છે.

એ ચમત્કાર દ્વારા ઈસુએ એવી ઢબ શરૂ કરી, જે આજે પણ તે અનુસરે છે.

૧૪:૧૬-૨૧

  • શિષ્યો પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલી હતી, છતાં ઈસુએ તેઓને આવેલાં ટોળાંને જમાડવા કહ્યું

  • ઈસુએ રોટલી અને માછલી લઈને પ્રાર્થના કરી, પછી એ શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને આપી

  • સાવ થોડું ખાવાનું હોવા છતાં બધાએ ધરાઈને ખાધું. કેવો ચમત્કાર! થોડાકના હાથે, એટલે શિષ્યો દ્વારા ઈસુએ હજારોને જમાડ્યા

  • ઈસુએ જણાવ્યું હતું કે, છેલ્લા દિવસો દરમિયાન “વખતસર ખાવાનું આપવા,” એટલે કે ઈશ્વરનું શિક્ષણ પૂરું પાડવા તે એક ગોઠવણ કરશે.—માથ ૨૪:૪૫

  • “પોતાના ઘરના”ને ખોરાક પૂરો પાડવા ઈસુએ ૧૯૧૯માં “વિશ્વાસુ અને સમજુ ચાકર” નીમ્યો, જે અભિષિક્ત ભાઈઓથી બનેલો એક નાનો સમૂહ છે

  • ઈસુ આજે આ અભિષિક્ત ભાઈઓના નાના સમૂહનો ઉપયોગ કરે છે; આમ, પહેલી સદીમાં શરૂ કરેલી ઢબને તે અનુસરે છે

હું કઈ રીતે બતાવી શકું કે ઈશ્વરનું શિક્ષણ પૂરું પાડવા ઈસુએ કરેલી ગોઠવણને હું જાણું છું અને એને માન આપું છું?