સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—સવાલોનો અસરકારક રીતે ઉપયોગ કરીએ

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—સવાલોનો અસરકારક રીતે ઉપયોગ કરીએ

કેમ મહત્ત્વનું: જો “અક્કલ માણસના મનમાં ઊંડા પાણી જેવી છે,” તો સવાલો બાલટી સમાન છે, જે તેના વિચારોને બહાર કાઢી લાવે છે. (નીતિ ૨૦:૫) લોકોના મનમાં રસ જગાડવા સવાલો મદદ કરે છે. સમજી-વિચારીને પૂછેલા સવાલો આપણને વ્યક્તિના મનમાં ડોકિયું કરવા મદદ કરે છે. ઈસુએ સવાલોનો અસરકારક રીતે ઉપયોગ કર્યો હતો. આપણે કઈ રીતે તેમને અનુસરી શકીએ?

કઈ રીતે કરી શકીએ:

  • વ્યક્તિના મનના વિચારો જાણી શકાય એવા સવાલો પૂછો. ઈસુએ પોતાના શિષ્યોને એવા સવાલો પૂછ્યા, જેનાથી તેઓના વિચારો જાણી શકે. (માથ ૧૬:૧૩-૧૬; be-E ૨૩૮ ¶૩-૫) વ્યક્તિના વિચારો જાણવા તમે કેવા સવાલો પૂછી શકો?

  • વ્યક્તિ યોગ્ય નિર્ણય પર આવી શકે એવા સવાલો પૂછો. પીતરના વિચારો સુધારવા ઈસુએ સવાલો પૂછ્યા અને એના શક્ય જવાબો પણ આપ્યા, જેથી પીતર ખરા નિર્ણય પર આવી શકે. (માથ ૧૭:૨૪-૨૬) વ્યક્તિ યોગ્ય નિર્ણય પર આવે માટે કેવા સવાલો પૂછી શકાય?

  • વખાણ કરો. એક વ્યક્તિએ “સમજદારીથી જવાબ આપ્યો” ત્યારે, ઈસુએ તેના વખાણ કર્યા. (માર્ક ૧૨:૩૪) વ્યક્તિ કોઈ સવાલનો જવાબ આપે ત્યારે, તેમના વખાણ કરવા આપણે શું કહી શકીએ?

ઈસુ જેવાં કામો કરીએ—શીખવીએ વીડિયોનો પહેલો ભાગ બતાવો અને નીચે આપેલા સવાલોના જવાબ આપો:

  • માહિતી સચોટ હોવા છતાં શા માટે શીખવવાની આ રીત યોગ્ય નથી?

  • ફક્ત માહિતી જણાવી દેવી શા માટે પૂરતું નથી?

ઈસુ જેવાં કામો કરીએ—શીખવીએ વીડિયોનો બીજો ભાગ બતાવો અને નીચે આપેલા સવાલોના જવાબ આપો:

  • ભાઈએ કઈ રીતે સવાલોનો અસરકારક ઉપયોગ કર્યો?

  • તેમની શીખવવાની રીતમાંથી આપણને બીજી કઈ બાબતો શીખવા મળે છે?

આપણા શિક્ષણની બીજાઓ પર કેવી અસર થાય છે? (લુક ૨૪:૩૨)