પોતાને અને બીજાને ઠોકર ન લાગે એનું ધ્યાન રાખીએ
ઈસુએ ઉદાહરણો આપીને સમજાવ્યું કે પોતાને અથવા બીજાઓને ઠોકર ખવડાવવી કેટલી ગંભીર બાબત છે.
-
“ઠોકરરૂપ બનતી બાબતો”: આ શબ્દો એવા કાર્ય કે સંજોગને દર્શાવે છે, જે વ્યક્તિને ખોટા માર્ગે લઈ જાય, નૈતિક રીતે ઠોકરરૂપ બને કે પછી પાડી નાખે, અથવા પાપમાં સપડાવે
-
વ્યક્તિ કોઈની માટે ઠોકર ખાવાનું કારણ બને એના કરતાં તે પોતાના ગળે ઘંટીનો પથ્થર લટકાવીને દરિયામાં ડૂબી જાય, એ વધારે સારું થશે
-
ઈસુએ શિષ્યોને સલાહ આપી કે જો તેઓના હાથ કે આંખ જેવાં કીમતી અંગો ઠોકરરૂપ બને તો એને કાઢીને ફેંકી દેવા જોઈએ
-
કોઈ મનગમતી વસ્તુને પકડી રાખીને ગહેન્ના, એટલે કે સર્વનાશમાં જવા કરતાં એને ત્યજીને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું વધારે સારું છે
મારા જીવનમાં કઈ બાબતો ઠોકરરૂપ બની શકે છે? પોતાને અને બીજાઓને ઠોકર ન લાગે એનું ધ્યાન હું કઈ રીતે રાખી શકું?