સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ધીરજ રાખીને આતુરતાથી રાહ જોઈએ

ધીરજ રાખીને આતુરતાથી રાહ જોઈએ

તમે કેટલાં વર્ષોથી ઈશ્વરના રાજ્યની રાહ જુઓ છો? મુશ્કેલીઓનો સામનો કરતી વખતે શું તમે ધીરજ રાખી છે? (રોમ ૮:૨૫) અમુક ભાઈ-બહેનો નફરત, હેરાનગતિ કે જેલ જેવી મુશ્કેલીઓ સહે છે. અમુકને તો મોતની ધમકીઓ પણ મળે છે. વળી કેટલાક જીવલેણ બીમારી કે ઘડપણની તકલીફોનો સામનો કરે છે.

મુશ્કેલીઓ આવી પડે ત્યારે ધીરજ રાખીને આતુરતાથી રાહ જોવા આપણને શું મદદ કરશે? શ્રદ્ધાને મજબૂત રાખવા આપણે દરરોજ બાઇબલ વાંચીએ અને એના પર મનન કરીએ. આપણને મળેલી આશા પરથી નજર ન હટાવીએ. (૨કો ૪:૧૬-૧૮; હિબ્રૂ ૧૨:૨) યહોવાને પ્રાર્થનામાં કાલાવાલા કરીએ કે તે આપણને પવિત્ર શક્તિની મદદ આપે. (લુક ૧૧:૧૦, ૧૩; હિબ્રૂ ૫:૭) યહોવા આપણને “ધીરજ અને આનંદથી બધું સહન” કરવા મદદ કરશે.—કોલો ૧:૧૧.

આપણે “ધીરજથી દોડીએ”—ઈનામ મેળવવાની ખાતરી સાથે વીડિયો જુઓ અને નીચેના સવાલોના જવાબ આપો:

  • જીવનમાં કેવા ‘અણધાર્યા સંજોગો’ ઊભા થઈ શકે? (સભા ૯:૧૧)

  • પ્રાર્થના કઈ રીતે મુશ્કેલીઓ સહેવા મદદ કરી શકે?

  • યહોવાની સેવામાં આપણે પહેલાં જેટલું કરી શકતા ન હોય તો, હમણાં જે કરી શકીએ છીએ એના પર જ કેમ વધારે ધ્યાન આપવું જોઈએ?

  • મળનાર આશીર્વાદો પરથી નજર ન હટાવીએ

    યહોવા ભાવિમાં જરૂર આશીર્વાદ આપશે એવી ખાતરી રાખવા તમને શું મદદ કરે છે?