સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—પ્રગતિ કરતા ન હોય એવા બાઇબલ અભ્યાસ બંધ કરીએ

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—પ્રગતિ કરતા ન હોય એવા બાઇબલ અભ્યાસ બંધ કરીએ

કેમ મહત્ત્વનું: ઉદ્ધાર મેળવવા માટે લોકોએ યહોવાને નામે પોકાર કરવો પડશે. (રોમ ૧૦:૧૩, ૧૪) બાઇબલમાંથી શીખવા ઘણા લોકો તૈયાર થતા હોય છે. પણ દરેક જણ કંઈ યહોવાના ધોરણો પ્રમાણે જીવવા ચાહતા નથી. આપણો સમય બહુ જ કીમતી છે. જેઓ યહોવાના ધોરણો પ્રમાણે જરૂરી ફેરફારો કરવા તૈયાર છે, તેઓને શીખવવા આપણો સમય આપીએ. જો વ્યક્તિ સત્યમાં પ્રગતિ જ ન કરે તો શું? સારું રહેશે કે આપણે તેનો અભ્યાસ બંધ કરીએ. આપણે એવા લોકો પાછળ સમય આપીએ, જેઓને યહોવા પોતાની તરફ અને પોતાના સંગઠન તરફ દોરી રહ્યા છે. (યોહ ૬:૪૪) અભ્યાસ બંધ કર્યો હોય એ વ્યક્તિ સમય જતાં કદાચ અમુક ફેરફારો કરે. એનાથી જોવા મળે કે હવે ‘તેનું હૃદય હંમેશ માટેનું જીવન આપતું સત્ય સ્વીકારવા ઢળેલું છે.’ એવી વ્યક્તિ સાથે ફરી અભ્યાસ શરૂ કરી શકીએ.—પ્રેકા ૧૩:૪૮.

કઈ રીતે કરશો:

  • વિદ્યાર્થી સત્યનું જ્ઞાન લેવા જે હોંશ બતાવે છે એની પ્રશંસા કરો.—૧તિ ૨:૪

  • પોતે જે શીખ્યા એ અમલમાં મૂકવું કેમ મહત્ત્વનું છે એ ભાર દઈને જણાવો.—લુક ૬:૪૬-૪૯

  • વાવનાર માણસ વિશે ઈસુએ આપેલા ઉદાહરણ પર ચર્ચા કરો. પછી તેને આના પર વિચારવાનું કહો: સત્યમાં પ્રગતિ કરતા તેને શું રોકે છે?—માથ ૧૩:૧૮-૨૩

  • વ્યક્તિને પ્રેમથી સમજાવો કે તમે કેમ અભ્યાસ બંધ કરી રહ્યા છો

  • જણાવો કે તેને ઉત્તેજન આપવા તમે અવારનવાર મળવા આવશો અને તે જરૂરી ફેરફાર કરશે તો તમે ફરી અભ્યાસ શરૂ કરશો

વીડિયો જુઓ અને પછી નીચેના સવાલોના જવાબ આપો:

  • વિદ્યાર્થી પ્રગતિ કરી રહ્યો નથી એ તેની વાતચીત પરથી કઈ રીતે દેખાઈ આવ્યું?

  • ભાઈએ કઈ રીતે વિદ્યાર્થીને એ સમજવા મદદ કરી કે તેણે ફેરફાર કરવાની જરૂર છે?

  • ભાઈની વાત પરથી કઈ રીતે દેખાઈ આવ્યું કે વિદ્યાર્થી ફેરફાર કરે તો તે ફરી અભ્યાસ લેવા આવશે?