સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સમજી વિચારીને મિત્રો પસંદ કરો

સમજી વિચારીને મિત્રો પસંદ કરો

મોઆબમાં ઇઝરાયેલીઓ સાથે જે બન્યું એમાંથી આપણને ચેતવણી મળે છે. (૧કો ૧૦:૬, ૮, ૧૧) મોઆબ દેશની સ્ત્રીઓએ ઇઝરાયેલીઓને વ્યભિચાર કરવા લલચાવ્યા. તેઓએ એ સ્ત્રીઓ સાથે સંબંધો બાંધ્યા અને મૂર્તિપૂજા પણ કરી. આમ તેઓએ યહોવા વિરુદ્ધ ઘોર પાપ કર્યું, એનાથી ખરાબ પરિણામો આવ્યાં. (ગણ ૨૫:૯) આપણી સાથે કામ કરનારા, સાથે ભણનારા, પડોશીઓ, સગાં-વહાલાં અને ઓળખીતાઓ બધા જ કંઈ યહોવાની ભક્તિ નથી કરતા. એવા લોકો સાથે વધારે પડતી સંગત રાખવાથી આપણે પણ ઇઝરાયેલીઓની જેમ મુશ્કેલીમાં મુકાઈ શકીએ.

ઇઝરાયેલીઓનો દાખલો આપણા માટે ચેતવણી—ઝલક વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • ઝિમ્રી અને બીજા પુરુષોએ યામીનને કેવા ખોટા વિચારો જણાવ્યા?

  • ફીનહાસે કઈ રીતે યામીનના વિચારો સુધાર્યા?

  • સાક્ષી ન હોય એવા લોકો સાથે મિત્ર જેવો વહેવાર રાખવો અને તેઓના મિત્ર બનવું, એ બન્‍નેમાં શું ફરક છે?

  • મંડળમાં પણ આપણે શા માટે સમજી વિચારીને મિત્રો પસંદ કરવા જોઈએ?

  • આપણે સોશિયલ મીડિયા પરના ચેટ ગ્રૂપના લોકોને ઓળખતા ન હોવાથી તેઓ સાથે દોસ્તી કેમ ન કરવી જોઈએ?