યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શું તમે સ્મરણપ્રસંગની તૈયારી કરી રહ્યા છો?
ઈસુએ છેલ્લું પાસ્ખાપર્વ ઊજવ્યું એ ખૂબ મહત્ત્વનું હતું. તેમને જલદી જ મારી નાખવામાં આવશે, એ પોતે જાણતા હતા. એટલે પ્રેરિતો સાથે એ પર્વ ઉજવવા અને એ જ સાંજે નવો પ્રસંગ શરૂ કરવા તે ચાહતા હતા, જે દર વર્ષે ઉજવવામાં આવે છે. એટલે તેમણે પીતર અને યોહાનને એક ઓરડો તૈયાર કરવા મોકલ્યા. (લુક ૨૨:૭-૧૩; બહારનું ચિત્ર જુઓ.) એ યાદ અપાવે છે કે માર્ચ ૨૭ના રોજ ઈસુના મરણનો યાદગાર દિવસ છે. એ માટે આપણે તૈયારી કરવી જોઈએ. મંડળે મોટે ભાગે નક્કી કર્યું હશે કે એ દિવસે કોણ ભાષણ આપશે, કોણ રોટલી અને દ્રાક્ષદારૂ તૈયાર કરશે વગેરે. એ ઉપરાંત આ મહત્ત્વના પ્રસંગ માટે તૈયાર થવા આપણે શું કરી શકીએ?
પોતાનું દિલ તૈયાર કરીએ. ઘણાં ભાઈ-બહેનો દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં પુસ્તિકામાંથી સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન કરી એના પર મનન કરે છે. બીજા અમુક ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સમાં વધારે માહિતી ખ-૧૨માં આપેલા બનાવો વિશેની બાઇબલ કલમો વાંચે છે. (એપ્રિલ ૨૦૨૦ જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકામાં ચાર્ટ જુઓ.) યહોવા અને ઈસુએ બતાવેલા પ્રેમની કદર વધારવા તમે કુટુંબ તરીકેની ભક્તિમાં, વૉચટાવર પબ્લિકેશન ઇન્ડેક્સ અથવા યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકામાંથી યોગ્ય લેખો વાંચો.
આ પ્રસંગમાં બીજાઓને આમંત્રણ આપો. આ ઝુંબેશમાં ભાગ લેવા બનતું બધું જ કરો. હવે, વિચારો કે તમે કોને કોને બોલાવશો? આવા લોકોને બોલાવવાનું ભૂલશો નહિ: જેઓ સત્યમાં રસ બતાવે છે, જેઓ અગાઉ અભ્યાસ કરતા હતા, તમારા ઓળખીતાઓ અને સગાં-વહાલાં. વડીલો ખાતરી કરશે કે જેઓ ભક્તિમાં ઠંડા પડી ગયા છે અથવા સભામાં આવતા નથી, તેઓને ભૂલ્યા વગર આમંત્રણ આપવામાં આવે. જો તેઓમાંના કોઈ બીજા વિસ્તારમાં રહેવા ગયા હોય ત્યારે શું? તેઓના વિસ્તારમાં થનાર સ્મરણપ્રસંગની જગ્યા અને સમય શોધવા jw.orgના મુખ્ય પેજ પર જાઓ, “અમારા વિશે” વિભાગ પર જાઓ અને “સ્મરણપ્રસંગ” પર ક્લિક કરો.
આ પ્રસંગ માટે તૈયાર થવા બીજું શું કરી શકીએ?