સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ | સેવાકાર્યમાં તમારી ખુશી વધારો

સવાલો પૂછો

સવાલો પૂછો

યહોવા ‘આનંદી ઈશ્વર’ છે. તે ચાહે છે સેવાકાર્યમાં આપણે આનંદ અનુભવીએ. (૧તિ ૧:૧૧) આપણી આવડતો કેળવીશું તેમ આપણી ખુશી વધશે. વ્યક્તિને યોગ્ય સવાલ પૂછવાથી તેને રસ જાગશે અને તેની સાથે વાત કરી શકશો. સવાલ પૂછવાથી વ્યક્તિ વિચારવા લાગશે અને તેને જાણવાનું મન થશે. (માથ ૨૨:૪૧-૪૫) સવાલો પૂછીને વ્યક્તિનું ધ્યાનથી સાંભળીએ. એનાથી આપણને જાણવા મળશે કે ‘તે શું માને છે.’ (યાકૂ ૧:૧૯) વ્યક્તિના જવાબ પરથી જાણવા મળશે કે તેની સાથે શાના વિશે સારી રીતે વાત કરી શકાય.

શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—આપણી આવડત વધારે કેળવીએ—સવાલો પૂછો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • જેડમાં કયા સારા ગુણો હતા?

  • જેડને રસ જાગે એ માટે નીતાએ કેવા સવાલો પૂછ્યા?

  • જેડના મનમાં જિજ્ઞાસા જગાડવા નીતાએ કેવા સવાલો પૂછ્યા?

  • જેડ વિચારવા લાગે અને સારી રીતે સમજે માટે નીતાએ કેવા સવાલો પૂછ્યા?