યહોવાના સેવકો તરીકે આપણું જીવન
દરેક કસોટીઓનો અંત ચોક્કસ છે
આપણા પર કસોટીઓ આવે ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ. જો એ લાંબો સમય ચાલે, તો આપણે વધારે નિરાશામાં ડૂબી જઈએ છીએ. રાજા શાઉલને લીધે દાઉદને ઘણી કસોટીઓનો સામનો કરવો પડ્યો. પણ તેમને ભરોસો હતો કે એ કસોટીઓનો અંત જરૂર આવશે. તેમને એ પણ ખાતરી હતી કે યહોવાએ તેમને જે રાજા બનાવવાનું વચન આપ્યું હતું, એ ચોક્કસ પૂરું કરશે. (૧શ ૧૬:૧૩) એટલે તેમણે ધીરજ રાખી અને યહોવાના સમયની રાહ જોઈ.
સંજોગોને સુધારવા આપણે સમજી-વિચારીને નિર્ણયો લઈ શકીએ. (૧શ ૨૧:૧૨-૧૪; ની ૧:૪) પણ બની શકે કે એ બધું કરવા છતાં કસોટીઓ દૂર ન થાય. એવા સમયે આપણે ધીરજ રાખી શકીએ અને યહોવાના સમયની રાહ જોઈ શકીએ. આપણી બધી કસોટીઓનો અંત તે જલદી જ લાવશે અને આપણી આંખોમાંથી “એકેએક આંસુ લૂછી નાખશે.” (પ્રક ૨૧:૪) આપણી કસોટીઓ યહોવાની મદદથી દૂર થઈ હોય કે પછી બીજા કોઈ કારણથી દૂર થઈ હોય, પણ એક વાત તો પાકી છે કે દરેક કસોટીઓનો અંત ચોક્કસ છે. એનાથી આપણને દિલાસો મળે છે.
દુનિયામાં ભેદભાવ પણ યહોવાના લોકોમાં પ્રેમભાવ વીડિયો જુઓ. પછી આ સવાલોના જવાબ આપો:
-
અમેરિકાના દક્ષિણમાં રહેતા અમુક ભાઈ-બહેનોને કઈ કસોટીઓનો સામનો કરવો પડ્યો?
-
તેઓએ કઈ રીતે ધીરજ રાખી અને પ્રેમ બતાવ્યો?
-
‘જે વધારે મહત્ત્વનું હતું’ એના પર તેઓએ કઈ રીતે ધ્યાન આપ્યું?—ફિલિ ૧:૧૦